પેરિસ પેરાલમ્પિક્સમાં ભારતની શાનદાર શરૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તાજેતરમાં જ પેરિસ ઓલમ્પિક્સ 2024 સમાપ્ત થયા બાદ હવે પરંપરા અનુસાર પેરાલમ્પિક્સની શરૂઆત કરવામાં આવી છે. ગુરૂવારથી શરૂ થયેલી આ રમત સ્પર્ધામાં બીજા દિવસે ભારતીય ખેલાડીઓ રમત માટે ઉતર્યા હતા અને ભવ્ય શરૂઆત કરી હતી. ભારતને શુક્રવારે (30 ઑગસ્ટ) ચાર મેડલ મળ્યા. જેમાં એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ખેલાડીઓને આ સફળતા બદલ દેશભરમાંથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ તેમને અભિનંદન આપ્યા હતા.
પેરાલમ્પિક્સની શરૂઆત 28 ઑગસ્ટના રોજ થઈ હતી, જે આગામી 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ઇવેન્ટમાં ભારતે પોતાના 84 ખેલાડીઓને ઉતાર્યા છે. કુલ 12 શ્રેણીઓમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. બીજા જ દિવસે ભારતીય ખેલાડીઓએ 4 મેડલ જીતી લઈને શાનદાર શરૂઆત કરી હતી.
પેરાલમ્પિક્સ દરમિયાન બીજા દિવસે ભારતનાં અવનિ લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને મેડલનું ખાતું ખોલ્યું હતું. અવનીએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ જઇં1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનિએ ટોક્યો 2020નો તેમનો પેરાલમ્પિક્સ રેકોર્ડ તોડીને આ મેડલ પોતાને નામ કર્યો છે. તેઓ સતત ત્રીજા પેરાલમ્પિક્સમાં મેડલ જીતી ભારતના સૌથી સફળ મહિલા શૂટર પણ બન્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ પર પોસ્ટ કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. ભારતનો બીજો મેડલ પણ શૂટિંગમાં જ આવ્યો હતો. 36 વર્ષીય મોના અગ્રવાલે પણ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ જઇં1 ઈવેન્ટમાં જ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલમ્પિક્સમાં પણ શૂટિંગમાં જ ભારતને પ્રથમ મેડલ મળ્યો હતો, જેમાં મનુ ભાકરે 10 મીટર પિસ્ટલ શૂટિંગમાં કાંસ્ય પદક જીત્યું હતું. હવે પેરાલમ્પિક્સમાં પણ શૂટર્સે જ પ્રથમ ગોલ્ડ અને દ્વિતીય બ્રોન્ઝ જીતી ભારત માટે મેડલનું ખાતું ખોલ્યું છે. વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદ આપતાં લખ્યું હતું કે, તેમની નોંધપાત્ર સિદ્ધિ તેમના સમર્પણ અને શ્રેષ્ઠતાને દર્શાવે છે. ભારતને તેમના પર ગર્વ છે. તદુપરાંત, 23 વર્ષીય પ્રીતિ પાલે 14.21 સેક્ધડના સમય સાથે મહિલાઓની ઝ35 100ળ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જે પેરાલમ્પિક્સમાં ભારતનો ત્રીજો મેડલ હતો. પ્રિતીને પણ ઙખ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી યોગીએ પણ પ્રીતિ પાલને અભિનંદન આપતાં કહ્યું હતું કે, તે નિશ્ર્ચિત છે કે આ નોંધપાત્ર સિદ્ધિ દેશભરના યુવા રમતવીરોને પ્રેરણા આપશે. તેઓ ભવિષ્યમાં હજુ વધુ સફળતા પ્રાપ્ત કરે!
ચોથા મેડલની વાત કરવામાં આવે તો મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્ટલ જઇં1 ફાઇનલમાં સિલ્વર મેળવ્યો હતો. મનીષે કુલ 234.9 પોઈન્ટ મેળવીને કોરિયાના જેઓન્ગડુ જોને જેણે કુલ 237.4 પોઈન્ટ મેળવ્યા હતા તેને ટક્કર આપી હતી. કોરિયાના ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મનીષે 2020માં ટોક્યો પેરાલમ્પિક્સમાં મિક્સ જઇં1 50ળ એર પિસ્ટલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.