ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ કોર્ટના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન પૂર્વે આજે ગુજરાત હાઇકોર્ટના ચાર ન્યાયાધીશો જેમાં રાજકોટના યુનિક જજ આશુતોષ શાષાી ઇલેશ વોરા, એન. વી. અંજારીયા, અને બિરેન વૈષ્ણવ રાજકોટ આવ્યા હતાં. આજે સવારે રાજકોટના મુખ્ય સેશન્સ જજ શ્રી આર. ટી. વાછાણી અને બાર એસો.ના હોદેદારોની સર્કીટ હાઉસ ખાતે મીટીંગ યોજાઇ હતી. જેમાં નવા કોર્ટ બિલ્ડીંગના ઉદઘાટન અંગેની રૂપરેખા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
આજે સવારે સર્કીંગ હાઉસ ખાતે યોજાયેલ મીટીંગમાં ગુજરાત હાઇકોર્ટના ઉપરોકત ચારેય જજો સાથે રાજકોટના મુખ્ય ડીસ્ટ્રીકટ જજ શ્રી આર. ટી. વાછાણી, તેમજ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સેક્રેટરી પી. સી. વ્યાસ, જયેન્દ્ર ગોંડલીયા, આર. ડી. ઝાલા, મેહુલ મહેતા સાથે સર્કીંટ હાઉસ ખાતે ચર્ચા કરી હતી. અને કાર્યક્રમના ઉદઘાટન સમયે ડોમ સહિતની વ્યવસ્થા અંગેની માહિતી મેળવી હતી.
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ જીલ્લા કક્ષાએ કોર્ટના નવા બિલ્ડીંગનું ઉદઘાટન કરવા આવતાં હોય તેવો આ પ્રથમ કિસ્સો હોય સી. જે. આઇ. ચંદ્રચુડનું સ્વાગત કરવા તેમજ નવા કોર્ટ બિલ્ડીંગના ઉદઘાટન સહિતની કાર્યવાહી કરવા ચર્ચા થઇ હતી.
બાર એસો.ના હોદેદારો સાથે હાઇકોર્ટ જજોએ પરમાર્શ કરતાં હોદેદારોએ જણાવ્યું હતું આ કાર્યક્રમની તૈયારી માટે સીનીયર જુનીયર વકીલોની 100 વકીલોની ટીમ બનાવવામાં આવી છે. તેમજ ર0 વકીલોની મોનીટરીંગ ટીમ બનાવવામાં આવ્યાનું
જણાવ્યું હતું.
આ ઉપરાંત કોર્ટના જજીસ, કર્મચારી સહિતનો સ્ટાફ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.