ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ ગણેશનગરમાં એક દિવસ પૂર્વે રાત્રીના સમયે ઘરમાં ગેસ લીક થયો હતો ત્યારે ઘરની લાઇટ ચાલુ કરતા જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. જેમાં એક જ પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝયા હતા. તમામને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમિયાન દત વિજયભાઇ કટારીયા (ઉ.વ.10) નામના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યુ હતુ. તા.3ના રોજ ગણેશનગરમાં આવેલ કટારીયા પરિવારના ઘરે ગેસમાંથી ગેસ લીકેજ થયો હતો
- Advertisement -
ત્યારે રસોડાના ભાગમાં ગેસ ફેલાયો હતો ત્યારે પરિવારના સભ્યએ રાત્રીના 11 વાગ્યા આસપાસ લાઇટ ચાલુ કરતા જબરદસ્ત બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં કાનજીભાઇ કટારીયા, વિજય કાનજીભાઇ કટારીયા, મનીષાબેન વિજયભાઇ કટારીયા અને દત વિજયભાઇ કટારીયા ગંભીર રીતે દાઝી જતા તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા. જ્યા સારવાર દરમિયાન દત કટારીયાનું મૃત્યુ નિપજ્યુ હતુ. ત્યારે બાળકના માતા-પિતાની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.