રાજકોટ – રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામે આવેલી ઔદ્યોગિક વસાહતના પ્રદૂષણના કારણે જમીન તથા પાકને થતાં નુકસાન બાબતની રજૂઆતને ધ્યાને લઇ રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જે અન્વયે ધોરાજી પ્રાંત અધિકારીના સંકલનમાં રહી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને કલેક્ટરની સુચના મુજબ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરીને ઉદ્યોગ બંધ કરવા દરખાસ્ત કરતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર તરફથી વેગડી જીઆઇડીસીના મિહિર પોલીપ્લાસ્ટ, ઇશા પ્લાસ્ટીક, રાજા પોલીપ્લાસ્ટ તથા ઓમ પેકેજીંગના ઉદ્યોગ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
હાલ તપાસ ઝુંબેશ યુદ્ધના ધોરણે ચાલુ હોય કોઈ ઔદ્યોગિક એકમો પ્રદૂષણ ફેલાવવામાં કસૂરવાર જણાશે તો કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા વહીવટી તંત્રની એક યાદીમાં જણાવાયું છે.
- Advertisement -



