તાલુકા પોલીસ મથકના બે તત્કાલીન PI વણઝારા, ધોળાની આકરી પૂછપરછ
ગઈકાલે બંનેને નોટિસ પાઠવી ગાંધીનગર બોલાવ્યા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં અગાઉ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે દરમિયાન 36 કલાક સુધી મનપાના ટીપીઓ સાગઠિયાની આકરી પૂછપરછ કર્યા બાદ પોલીસે સાગઠિયા સહિત ચારની બેદરકારી સબબ વિધિવત ધરપકડ કરી હતી જ્યારે આ કેસમાં અગાઉ તાલુકા પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા બે પીઆઇ વણઝારા અને ધોળાની પણ આકરી પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે એમ ડી સાગઠિયાને મહાનગરપાલિકામાં ચાલુ મિટિંગે ઉઠાવી લીધો હતો. ત્યારબાદ બે એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોષી તથા ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પણ ઉઠાવી લઈ તમામની જુદી જુદી ઓફિસોમાં 24 કલાકની પૂછપરછ કર્યા બાદ બેદરકારી પુરવાર થતાં ચારેયની ગુરુવારે સાંજે ધરપકડ કરી હતી.
નાનામવામાં ચારથી વધુ વર્ષથી ટીઆરપી ગેમ ઝોન શરૂ થયો હતો. એપ્રિલ 2023માં ગેમ ઝોનમાં ગેરકાયદે બાંધકામ અંગે એટીપીઓ મુકેશ મકવાણાએ ગેમ ઝોનના સંચાલકોને નોટિસ ફટકારી હતી બે મહિના બાદ જૂન 2023માં ગેરકાયદે બાંધકામ દૂર કરવા અને ડિમોલિશન માટે સંચાલકોને ટીપીઓ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાએ નોટિસ આપી હતી જોકે ત્યારબાદ બંનેએ કોઇ કાર્યવાહી કરી નહોતી અને મકવાણાની જગ્યાએ એટીપીઓ ગૌતમ જોષી ફરજ પર હતા અને તેમણે પણ કોઇ કાર્યવાહી નહીં કરીને ગંભીર બેદરકારી દાખવી હતી એટલું જ નહીં સપ્ટેમ્બર 2023માં ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે થર્મોકોલની શીટ સહિતની સામગ્રી સળગી હતી અને ત્યારે ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સહિતના લોકો ત્યાં પહોંચ્યા હતા અને આગ બુઝાવી હતી. જોકે તેમણે ફાયર એનઓસી સહિતની બાબતે તપાસ નહીં કરી ગેમ ઝોનના સંચાલકોને મંજૂરી વગર ધંધો ચાલવા દેવાની મદદ કરી હતી. આમ ચારેયની સંડોવણી ખૂલતાં પોલીસે ચારેયની ધરપકડ કરી હતી.
- Advertisement -
ACB દ્વારા મોડી રાત્રે ઠેબા-સાગઠિયાની ઓફિસ ઘર, ખેરની ઑફિસ સહિતના સ્થળોએ ચેકિંગ
રાજકોટ ચીફ ફાયર ઓફિસર આવી ખેરની ઓફિસ ખાતે પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગના કર્મચારીને સાથે રાખી અઈઇની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. આઇ વી ખેર બાદ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી જે ઠેબાની ઓફિસમાં સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.રાજકોટ મનપા કચેરી ખાતે અઈઇની ટીમ દ્વારા તત્કાલિન ટીપીઓ એમ ડી સાગઠિયાની ઓફિસ તેમજ ઘર ખાતે સર્ચ કરવામાં આવી રહ્યું છે. મનસુખ સાગઠિયાના ઘરે તેમને સાથે રાખી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને અઈઇ દ્વારા એકથી દોઢ કલાક સર્ચ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ મનપાના ચારેય અધિકારીઓ સામે ઈંઙઈ કલમ 36નો ઉમેરો કરવામાં આવ્યો છે.