જીવદયા પ્રેમીઓ દ્વારા બોલેરો કારમાં સવાર 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
ધ્રાંગધ્રા જીવદયા પ્રેમીઓને કચ્છ તરફથી બોલેરો કારમાં પશુને ભરીને અમદાવાદ તરફ કતલખાને લઈ જતા હોવાની બાતમી મળતા કુડા ચોકડી નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન જીજે 12 બી વાય 8373 તથા જીજે 18 બી વી 8240 નંબરની બે બોલેરો કાર નીકળતા તેને અટકાવી તેમાં તપાસ કરતા અંદરથી કુલ ચાર પશુ (ભેંસ તથા પાડા) ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં નજરે પડતા જીવદયા પ્રેમીઓ દ્વારા કારમાં સવાર ફારુક દિલથાનભાઈ જત, અબ્દુલરહેમાનભાઈ અયુબભાઈ જત તથા અબુબકરભાઇ સમધભાઇ જત રહે: ક્ચ્છ વાળાને ઝડપી પાડી તમામ વિરુધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.