ગૌતમ અદાણી હાલ ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. તેમના પર સરકારી અધિકારીઓ અને અમેરિકન રોકાણકારોને છેતરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એમ્રીકન કોર્ટમાં તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે હવે વ્હાઇટ હાઉસનું નિવેદન આવ્યું છે.
ગૌતમ અદાણી નવા આરોપોથી ઘેરાઈ ગયા છે. તેમના પર અબજો ડોલરની લાંચ આપવાના અને સરકારી અધિકારીઓ અને અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમની સામે અમેરિકન કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ત્યારે આ બધા વચ્ચે હવે વ્હાઇટ હાઉસનું નિવેદન આવ્યું છે. વ્હાઇટ હાઉસનું કહેવું છે કે અમે આ આરોપોથી વાકેફ છીએ.
- Advertisement -
અદાણી કેસ પર વ્હાઇટ હાઉસે શું કહ્યું?
આ સમગ્ર મામલે વ્હાઇટ હાઉસનું નિવેદન સામે આવ્યું છે. વ્હાઇટ હાઉસના કેરેન જીન-પિયરે કહ્યું છે કે અદાણી પર જે આરોપ લગાવવામાં આવ્યા છે, તેનાથી અમે વાકેફ છીએ. તેમની પર લાગેલા આરોપો જાણવા અને સમજવા માટે અમારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસે જવું પડશે. જ્યાં સુધી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો સવાલ છે, મારું માનવું છે કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે આ સંબંધ આગળ પણ બની રહેશે. ખરેખર, આ એક એવો મામલો છે, જેના સંબંધમાં તમે SEC અને DOJ સાથે સીધી વાત કરી શકો છો. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત છે.
અદાણી સહિત 8 લોકો પર લાંચનો આરોપ
- Advertisement -
ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચનો આરોપ લગાવવામાં આવ્યો છે. અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે. હકીકતમાં, યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે ભારતમાં સોલાર એનર્જી સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (લગભગ 2200 કરોડ રૂપિયા)ની લાંચ આપી હતી.
અદાણી ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢ્યા
જો કે, અદાણી ગ્રુપે એક નિવેદન જારી કરીને તમામ આરોપોને નકારી કાઢ્યા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા. ગ્રુપે જણાવ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુનાઇટેડ સ્ટેટ્સ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ડિરેક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. અમે તેમનું ખંડન કરીએ છીએ. અદાણી ગ્રુપે કહ્યું કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે પોતે કહ્યું કે અત્યારે આ માત્ર આરોપો છે. જ્યાં સુધી તેઓ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ ગણવામાં આવે છે.
24 ઓક્ટોબરે નોંધાયો કેસ
વાસ્તવમાં આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક ફર્મ સાથે સંબંધિત છે. આ કેસ યુએસ કોર્ટમાં 24 ઓક્ટોબર, 2024 ના રોજ નોંધવામાં આવ્યો હતો, જેની સુનાવણી બુધવારે થઈ હતી. ગૌતમ અદાણી ઉપરાંત, સાગર અદાણી, વિનીત એસ જૈન, રંજીત ગુપ્તા, સાઇરિલ કેબેનિસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ સામેલ છે. અદાણી પર આરોપ છે કે લાંચની આ રકમ ભેગી કરવા માટે અમેરિકન, વિદેશી રોકાણકારો અને બેંકોને ખોટું બોલ્યા. સાગર અને વિનીત અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી છે. સાગર ગૌતમ અદાણીના ભત્રીજા છે. ગૌતમ અદાણી અને સાગર વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.