તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી કુલ રૂ.11.10 લાખના ખર્ચે કામોને મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ કણકોટ
રાજકોટ તાલુકાના કણકોટ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા વર્ધમાન વિહાર સોસાયટી અને કૃષ્ણનગર ગામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યો માટે તાલુકા અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી કુલ ₹11.10 લાખની ફાળવણી કરવામાં આવી છે.
- Advertisement -
વર્ધમાન વિહાર સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કામ માટે રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ કથીરિયાની ગ્રાન્ટમાંથી ₹5.10 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય મોહનભાઈ દાફડાની અનુસૂચિત જાતિ ગ્રાન્ટમાંથી ₹2 લાખ અને બેડી-3 સીટના જિલ્લા પંચાયત સભ્ય સુમિતાબેન રાજેશભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી ₹4 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
કૃષ્ણનગર ગામમાં ₹4 લાખના ખર્ચે પેવિંગ બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત બેડી-3ના સભ્ય પ્રતિનિધિ રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ), તાલુકા ભાજપાના મહામંત્રી અજયભાઈ મકવાણા, કિશાન મોરચાના મંત્રી મહેશભાઈ મકવાણા, તેમજ અન્ય સ્થાનિક આગેવાનો, સરપંચ, ઉપસરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓ પણ બહોળી સંખ્યામાં જોડાઈ હતી, જે વિકાસકાર્યો પ્રત્યે લોકોના ઉત્સાહને
દર્શાવે છે.