5 વિધાનસભા બેઠક પર 27 ફોર્મ માન્ય રખાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તારીખ 12 એપ્રિલથી તારીખ 19 એપ્રિલ, 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.
- Advertisement -
રાજ્યમાં 20 તથા 21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો તથા બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે. વિધાનસભા બેઠકોમાં વિજાપુર બેઠક પર સૌથી વધુ 8 જ્યારે માણાવદર અને ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે.
સ્ક્રુટીની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો તારીખ 22 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ હરિફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.