જજ સમક્ષ પેશ થતા પૂર્વે ફીંગરપ્રિન્ટ લેવાશે: ન્યૂયોર્ક મોટા વિરોધ પ્રદર્શન માટે તૈયાર
પોર્નસ્ટારને નાણાં ચુકવવાનાં કેસમાં ફસાયેલા અમેરીકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ ચલાવવાની અદાલતી મંજુરીને પગલે તેઓ આજે આત્મ સમર્પણ કરે તેવા સંકેત છે. આજે તેઓ પોતાના ખાનગી વિમાનમાં ન્યુયોર્ક પહોંચી ગયા હતા. પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે મેનહટન ડીસ્ટ્રીકટ એટર્નીની ઓફીસમાં શરણે થવાના હોવાથી ન્યુયોર્કમાં સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. મેયર દ્વારા પણ લોકોને કોઈ ગેરવર્તન નહિં કરવાની સલાહ આપવામાં આવી હતી
- Advertisement -
ટ્રમ્પ પોતાને દોષિત ન હોવાનો જજ સમક્ષ બચાવ રજુ કરવા પેશ થયા તે પૂર્વે તેમનાં ફીંગરપ્રિન્ટ લેવાના છે.76 વર્ષિય ડોનાલ્ડ ટ્રમ્પ 2024 ની પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવવા તત્પર છે. જયારે આ કેસથી રાજકીય કારકીર્દીને કેવી અસર થાય છે તેના પર મીટ છે.ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડયો હોય તેવા અમેરીકી ઈતિહાસમાં ટ્રમ્પ પ્રમુખ બન્યા છે.
ટ્રમ્પ ફલોરીડા ખાતેના નિવાસસ્થાનેથી પોતાના ખાનગી વિમાનમાં ન્યુયોર્ક આવી પહોંચ્યા હતા. વિમાનને લાલ સફેદ અને બ્લુ રંગથી રંગવામાં આવ્યું હતું અને અંગ્રેજીમાં ટ્રમ્પ લખાણ હતું.અમેરીકી ધ્વજ પણ રાખવામાં આવ્યો હતો. બ્લુકોટ અને લાલ ટાઈમાં સજજ ટ્રમ્પ વિમાનમાંથી એકલા જ ઉતર્યા હતા અને કાફલા સાથે સીધા મેનહટન પહોંચી ગયા હતાઆ તકે કોઈ ટીપ્પણી કરવાનું ટાળ્યુ હતું કોર્ટ કાર્યવાહીથી વીડીયો કે ફોટોગ્રાફી નહી કરવા દેવા તેના વકીલોએ માંગ કરી હતી.