ઝાંઝરડા ચોકડી નજીક નશાની હાલતમાં ધમાલ મચાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ મનપાનો ભાજપી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર રાકેશ ધુલેશીયાને જાહેરમાં દારૂ પી ડખો કરતા પોલીસે પકડી કાર્યવાહી કરી હતી. પોલીસની ગર્વ ટીમના માણસો સોમવારની રાત્રે બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ઝાંઝરડા ચોકડી કે.જે.હોસ્પિટલની બાજુમાં જાહેર રોડ પર ટોળુ ભેગુ થયેલ હોય ત્યાં જઇ જોતા એક શખ્સ દારૂ પી જાહેર રોડ ઉપર માથાકુટ કરતો અને લથડીયા ખાતો જોવામાં આવતા પોલીસે તેની પાસે જઇ નામ પૂછતા તેણે પોતાનું નામ રાકેશ રસીકભાઇ ધુલેશીયા જણાવ્યુ હતુ તે જુનાગઢ હવેલી એપાર્ટમેન્ટ, ઝાંઝરડા રોડ, સિલ્વર પાર્ક સોસાયટી, બ્લોક નં.502 વાળા હોવાનું થોથરાતી જીભે જણાવતા પોલીસે તેની અટક કરી બી-ડીવીઝન પોલીસના હવાલે કરતા પ્રોહી એક્ટની કલમ 66(1) બી મુજબ કાર્યવાહી કરી હતી.