દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર સાંભળીને આખો દેશ શોક વ્યક્ત કરી રહ્યો છે ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
સની દેઓલે લખ્યું કે, ” હું ડૉ મનમોહન સિંહના નિધનથી ઘણો દુખી થયો છું. એક વિઝનરી નેતા જેમણે ભારતના આર્થિક ઉદારીકરણને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની બુદ્ધતિમતા, નિષ્ઠા અને રાષ્ટ્ર વિકાસના યોગદાન મએટ તેમને હંમેશા યાદ રકશે. મારી હાર્દિક સંવેદનાઓ”
- Advertisement -
રિતેશ દેશમુખ અને મનોજ બાજપાયીની શ્રધ્ધાંજલિ
રિતેશ દેશમુખે મનમોહન સિંહ અને તેના પીપટનો ફોટો શેર કરીને લખ્યું છે કે, ” આજ હમને ભારતકે સબસે બેહતરીન પ્રધાનમંત્રીઓ મે સે એક કો કહો દિયા હૈ. વાહ વ્યક્તિ જિનહોને ભારત કે આર્થિક વિકાસ કો ગતિ દી. ઈશ્વર ઉનકી આત્મા કો શાશ્વત ગૌરવ પ્રદાન કરે”
તો મનોજ બાજપાયીએ લખ્યું કે, ” અમારા પૂર્વ પ્રધાનમંત્રીના નિધન વિશે જાણીને ખૂબ દુખ થયું. એક રાજનેતા જેમણે આપના દેશના વિકાસના દરેક પાસામાં આપેલ યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર માટે મારી સંવેદનાઓ.”
- Advertisement -
તો આ ઉપરાંત પણ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અને બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ પણ મનમોહન સિંહના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.
રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર ભારત સરકારે દેશભરમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. શુક્રવારના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.