પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાના કેસમાં દોષિત અને આજીવન કારાવાસની સજા કાપી રહેલા એજી પેરારિવલનને છોડી મુકવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, રાજ્યપાલે દોષિતની દયા અરજી નિવારણમાં વધારે સમય લીધો. પેરારિવલને કહ્યું હતું કે, તમિલનાડૂ સરકારે તેને છૂટો કરવાનો નિર્ણય આપ્યો હતો, પણ રાજ્યપાલે તેમની ફાઈલ ઘણા સમય સુધી પોતાની પાસે રાખ્યા બાદ રાષ્ટ્રપતિને મોકલી દીધી હતી. જે સંવિધાનની વિરુદ્ધ છે.
આ અગાઉ 11 મેના રોજ થયેલી સુનાવણીમાં કેન્દ્રએ એજી પેરારિવલનની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલવા માટે તમિલનાડૂના રાજ્યપાલના નિર્ણયનો સુપ્રીમ કોર્ટમાં બચાવ કર્યો હતો.
- Advertisement -
અધિક સોલિસિટર જનરલના એમ. નટરાજે જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ, જસ્ટિસ બી આર ગવાઈ અને જસ્ટિસ એ એસ બોપન્નની પીઠે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કાયદા અંતર્ગત દોષિત ઠેરવ્યા બાદ શખ્સની સજામાં છૂટ, માફી અને દયા અરજી સંબંધમાં અરજી પર ફક્ત રાષ્ટ્રપતિ જ નિર્ણય કરી શકે છે.
બેંચે કેન્દ્રને સવાલ કર્યો હતો કે, જો આ દલીલને સ્વિકાર કરી લેવામાં આવે તો, રાજ્યપાલ તરફથી આપવામાં આવતી છૂટ અમાન્ય થઈ જશે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, જો રાજ્યપાલ પેરાવિલનના મુદ્દા પ રાજ્ય મંત્રીમંડળની ભલામણને માનવા તૈયાર નથી, તો તેમને ફાઈલને પુનર્વિચાર કરવા માટે પાછી મંત્રીમંડળને મોકલી દેવા માગતા હતા.
- Advertisement -
સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી
સુપ્રીમ કોર્ટે આ મામલે બે કલાકની સુનાવણી અને પેરારિવલન તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર એએસજી, તમિલનાડૂ સરકાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદી અને અરજીકર્તાના પ્રતિનિધિત્વ રહેલા વકીલ ગોપાલ શંકરાનારાયણની દલીલો સાંભળ્યા બાદ પોતાના નિર્ણયને સુરક્ષિત રાખી લીધો હતો. લેખિત દલીલો બે દિવસમાં દાખલ કરવાનું કહેવાયુ હતું.
સુપ્રીમ કોર્ટે આ અગાઉ કહ્યું હતું કે, તમિલનાડૂના રાજ્યપાલ પેરારિવલનને છૂટો કરવા માટે રાજ્ય મંત્રીમંડળના નિર્ણયથી બંધાયેલા છે અને રાષ્ટ્રપતિને દયા અરજી મોકલવાની તેમની કાર્યવાહીને એવું કહીને સ્વિકાર કર્યો હતો કે, સંવિધાન વિરુદ્ધ કોઈ વસ્તુથી આંખ બંધ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટમાં નવ માર્ચે પેરારિવલનને જામીન આપ્યા હતા.
કોર્ટે આ અરજીઓ પર સુનાવણી કરી રહી છે, જેમાં એક પેરારિવલને મલ્ટી ડિસિપ્લિનરી મોનિટરિંગ એજન્સી તપાસ પુરી થવા મામલે પોતાની આજીવન કારાવાસની સજાને સ્થગિત કરવાનો અનુરોધ કર્યો હતો.
Supreme Court orders release of AG Perarivalan, one of the convicts serving life imprisonment in connection with the assassination of former Prime Minister Rajiv Gandhi.
— ANI (@ANI) May 18, 2022