-11 વખત કેરળ વિધાનસભામાં ચૂંટાયા હતા
કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીનું બેંગલુરૂમાં નિધન થયું છે. તેમના પુત્રએ તેમના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ‘અપ્પાનું નિધન થઈ ગયું’ તેણે ફેસબુક પર શેર કર્યું. 79 વર્ષીય ઓમેન ચાંડી છેલ્લા કેટલાક મહિનાઓથી કર્ણાટકની રાજધાનીમાં તબીબી સારવાર લઈ રહ્યા હતા.
- Advertisement -
કેરળ સરકારે ઓમેન ચાંડીના મૃત્યુ માટે બે દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે અને મંગળવારે રાજ્યમાં જાહેર રજા રહેશે. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે સુધાકરને ટવીટર પર માહિતી શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘પ્રેમની શક્તિથી વિશ્વ પર વિજય મેળવનાર રાજાની કહાનીનો કરૂણ અંત આવ્યો. આજે, એક લિજેન્ડ આપતી વચ્ચે નથી રહ્યા, તે જણાવતા ખૂબ જ દુ:ખી છું. તેમણે અસંખ્ય વ્યક્તિઓના જીવનને સ્પર્શ કર્યો.
પાંચ દસકા સુધી તેઓ કેરળ વિધાનસભામાં ચૂંટાયા હતા અને સતત 11 વખત જીત્યા હતા. તેમજ કેરળમાં કોંગ્રેસને મજબુત કરવામાં તેમની ભૂમિકા મોટી હતી.