ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા, તા.29
બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન એસ.પી. અને પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને ગઉઙજ કેસમાં બુધવારે પાલનપુર કોર્ટમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જે પછી આજે કોર્ટે સજા ફટાકરતાં 20 વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે. હાલમાં સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે.
આજે બનાસકાંઠાના પાલનપુરમાં સંજીવ ભટ્ટ સામે 25 વર્ષ જૂના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં પાલનપુર કોર્ટે ઈંઙજ સંજીવ ભટ્ટને સખ્ત સજા ફટકારી છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકરાયો છે. જેમાં કોર્ટે 2 લાખના દંડ સાથે 20 વર્ષની સજા ફટકારી છે. જે સાથે જ જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદ ની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, સંજીવ ભટ્ટે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કર્યા હતા. જેના સાથે જ દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. જેના મામલે આખરે સેશન્સ કોર્ટે પૂર્વ ઈંઙજ ને દોષિત જાહેર કર્યા છે.
સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનોની મંજૂરી લીધા વિના દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને સર્વિસ પરથી ફરજમુક્ત કરવાની ભલામણ કરી હતી. જેને માન્ય રાખવામાં આવી હતી.
- Advertisement -
શું હતી સમગ્ર ઘટના
30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરાયો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવનાર છે તેવી બાતમીના પગલે પોલીસે રેડ કરી એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું. જે પછી છેક 2018માં સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી. સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી.