સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને સજા: વિપુલ ચૌધરી ચેરમેન હતા તે સમયે કૌભાંડ કર્યું હતું
નિયામક મંડળના 15 સભ્યોને 7 – 7 વર્ષની સજા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડ કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેમાં સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 15 લોકોને સજા થઇ છે. વિપુલ ચૌધરીએ જે સમયે કૌભાંડ કર્યું તે સમયે તેઓ ચેરમેન હતા.
ઉલ્લેખનીય છે કે નિયામક મંડળના 15 સભ્યોને 7-7 વર્ષની સજા થઇ છે. જેમાં મહેસાણા સેસન્સ કોર્ટે સજા ફટકારી છે. તેમાં 22 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્ર મોકલ્યું હતું. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. જેમાં વિપુલ ચૌધરી – તત્કાલીન ચેરમેન, નિશિથ બક્ષી – એમડી, પી.આર.પટેલ- એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રશ્મિકાંત મોદી – એકાઉન્ટ હેડ, જલાબેન ઠાકોર -વાઇસ ચેરમેન સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા થઇ છે. જેમાં કુલ રૂપિયા 22.50 કરોડનું કૌભાંડ થયુ હતુ.
મહેસાણા દૂધસાગર ડેરીએ મહારાષ્ટ્ર સરકારને કોઇપણ લેખિત મંજૂરી વિના આપેલા સાગર દાણ મામલે ડેરીની લાખોનું નુકસાન થવા સંબંધે 2014માં મહેસાણા શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સહિત 22 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ બહુચર્ચિત કેસ લાંબા સમયથી નિવેદન પર મુલત્વી રહેતો હતો. જોકે, આજે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કોર્ટે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી છે.