ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રશિયન ગવર્મેન્ટ ઓફિસિયલ ડેલિગેશનનું રાજકોટમાં આગમન થયું હતું. તેમને આવકારતા પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા અને રશિયન સરકારના ફાયનાન્સ ઇન્ડસ્ટ્રી હેલ્થ અને એડમીન ડિપાર્ટમેન્ટના લોકોએ વજુભાઈ વાળાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અને દીર્ઘ આયુષ્ય માટે રશિયન ભાષામાં જન્મદિવસની શુભકામનાનું ગીત પણ ગાયું હતું. લગ્ન રિસોર્ટ ખાતે પધારેલા રશિયન ડેલિકેટ વજુભાઈ વાળાને મળી ગુજરાતની વિવિધ માહિતી ની ચર્ચા કરી અને ગુજરાતની પ્રગતિ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટના કામો વિશેની માહિતી મેળવી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ તકે ડો.રોહિત, ડો.કાશ્મીરા અને રાજકોટના ઓફિશિયલ ડેલિકેટ તેજસ ભટ્ટી અને ઇન્ડસ્ટ્રી, આરોગ્ય વગેરે વિભાગના લોકો હાજર રહ્યા હતા. અને આજે રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઓની મુલાકાત પણ કરી હતી. જ્યોતિ સીએનસી, વેલ્ડોર એન્જિનિયરિંગ સહિત અનેક ઇન્ડસ્ટ્રીની મુલાકાત કરી હતી અને પોતાના દેશમાં જરૂરી મશીનરી માટે ચર્ચા કરી હતી.
રશિયન ગવર્મેન્ટ ડેલિગેશનનું રાજકોટમાં આગમન થતાં તેમને આવકારતા પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા



