મુખ્યમંત્રી નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત અને ફોટો સેશન યોજાયું; જે.પી. નડ્ડાને પણ અભિનંદન પાઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર બાદ, પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને નવનિયુક્ત મંત્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સૌની સાથે ફોટો સેશન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. નવા મંત્રીમંડળની શપથવિધિ દરમિયાન વજુભાઈ વાળા, ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ રૂપાલા અને ફળદુ મંચ ઉપર ઉપસ્થિત રહીને નજરે પડ્યા હતા.