દીકરીને કેન્સર ડીટેક થતા માતાએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના બેડીપરા ફાયર બ્રિગેડ નજીક આવેલા મનહરપરામાં રહેતાં વર્ષાબેન દિલીપભાઇ સાંથલપરા ઉ.47 નામના મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે વર્ષાબેન ગત સાંજે ઘરે રૂમમાં હતાં ત્યારે સસરા નરસીભાઇએ રૂમનો દરવાજો મોડે સુધી બંધ જોતાં શંકા ઉપજતાં દરવાજો ખખડાવ્યો હતો પરંતુ તેમણે દરવાજો ન ખોલતાં પડોશીઓને બોલાવી દરવાજો તોડાવતાં વર્ષાબેન પંખામાં ચુંદડી બાંધી લટકતી હાલતમાં જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું બનાવની જાણ થતા થોરાળા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં તેણીને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે 17 વર્ષની દિકરી બંસીને ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થતાં આને કારણે મારા પત્નિ ખુબ ડરી ગયા હતાં અને ચિંતામાં મુકાઇ ગયા હોઇ આ કારણે પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વજુભાઈના નિવાસસ્થાને જઈને તેમના આશીર્વાદ તથા માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.



