દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને ફરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
દિલ્હી સરકારમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ચક્કર આવવાને કારણે તિહાર જેલના બાથરૂમમાં પડી ગયા હતા, ત્યારબાદ તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલા પણ જૈન બાથરૂમમાં પડી ગયા હતા, તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ હતી. છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત સત્યેન્દ્ર જૈનને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
- Advertisement -
સફદરજંગ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનને છેલ્લા એક સપ્તાહમાં બીજી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈનને પહેલા પણ કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. તેમને રાજધાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તાજેતરમાં જ તેમણે પોતાની સ્વાસ્થ્યને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. સત્યેન્દ્ર જૈને આ એફિડેવિટમાં જણાવ્યું હતું કે જેલમાં તેમનું વજન 30 કિલો ઘટી ગયું છે.
Delhi | Jailed AAP leader Satyendar Jain brought to Deen Dayal Upadhyay Hospital after he slipped and fell in the bathroom at Tihar Jail last night. He has suffered minor injuries and has been brought for a checkup: Tihar Jail administration
(File photo) pic.twitter.com/gzU6dKl2XC
- Advertisement -
— ANI (@ANI) May 25, 2023
18મેના રોજ જામીન અરજી પર થઈ હતી સુનાવણી
ગત 18 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સત્યેન્દ્ર જૈનની જામીન અરજીની સુનાવણી દરમિયાન તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ જૈનના સ્વાસ્થ્યનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે જૈનની તબિયત સારી નથી, જેના આધારે તેમણે જામીન માંગ્યા હતા. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે જૈનની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિ છે અને તે સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે.
1 વર્ષથી જેલમાં છે સત્યેન્દ્ર જૈન
મહત્વનું છે કે, સત્યેન્દ્ર જૈન મની લન્ડરિંગ મામલે લગભગ 1 વર્ષથી ન્યાયિક કસ્ટડીમાં છે. સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 31 મે 2022ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2022માં નીચલી અદાલતે મની લોન્ડરિંગ કેસમાં જૈન, તેમની પત્ની અને ચાર કંપનીઓ સહિત આઠ અન્ય વિરુદ્ધ ED દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધી હતી.