10 કરોડના જમીનકૌભાંડમાં નિવૃત્ત ઈંઅજ લાંગા સાથે સંડોવાયેલાની પણ ધરપકડ થશે
પૂછપરછ બાદ હજુ 25થી વધુ પ્રકરણો બહાર આવશે: રેન્જ IG
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગરના નિવૃત્ત કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે આજે ગાંધીનગર ખાતે IG અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, 10 કરોડના જમીન કૌભાંડમાં નિવૃત્ત ઈંઅજ એસ.કે. લાંગા સાથે સંડોવાયેલાની પણ ધરપકડ થશે. સાથે જ ધરપકડ કરેલા પૂર્વ આઈએએસ એસ કે લાંગાને આજે કોર્ટમાં રજૂ કરાશે. તેમજ રિમાન્ડની માંગણી કરાશે. પૂછપરછ બાદ હજુ 25થી વધુ પ્રકરણો બહાર આવશે.
એસ.કે. લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અને અપ્રમાણસર મિલકત વસાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નિવૃત્ત કલેક્ટર લાંગાની સાથે તત્કાલીન ચિટનીસ અને છઅઈ સામે પણ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.



