રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિથી લગ્નોત્સવ દીપી ઉઠ્યો
અમદાવાદમાં રાત્રે સત્કાર સમારંભમાં મોદી હાજરી આપે તેવી શક્યતા
- Advertisement -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીના લાડકા પુત્ર ચિ. રૂષભના શુભ લગ્ન ચિ. અદિતિ સાથે ગત રવિવારે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રંગેચંગે સંપન્ન થયા હતા બાળપણમાં અભ્યાસમાં એકાબીજાના હરિફ એવા ચિ. રૂષભ અને ચિ.અદિતિ હવે ભવોભવના સાથી બની ગયા છે.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના લાડકાપુત્ર ચિ. રૂષભના શુભલગ્ન ગત રવિવારે સિઝન્સ હોટલ ખાતે યોજાયા હતા.
આ લગ્નોત્સવમાં ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા, વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય, રાજય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, રિલાયન્સ ગ્રુપના પ્રેસીડેન્સ અને રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પ્રખર ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા, રાજય સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ મંત્રી આર.સી. ફડદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજૂભાઈ વાળા, પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુક, જામનગરના સાંસદ પૂનમબેન માડમ સહિતના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ નવદંપતીઓને આશિર્વાદ આપવા માટે પધાર્યા હતા. રૂપાણી પરિવારના આંગણે પુત્ર લગ્ન રંગેચંગે સંપન્ન થયા બાદ આજે અમદાવાદમાં રાત્રે સત્કાર સમારંભ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શકયતા છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી, રાજય સરકારના મંત્રીઓ સહિત વિવિધ ક્ષેત્રોનાં આગેવાનો હાજરી આપશે.


