82,509 જેટલી બેઠકો માટે ભરાશે ફોર્મ
ખાસ-ખબર સંવાદદાતા
10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ.
ગુજરાતમાં આજથી રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે છઝઊ હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. રાજ્યની 9856 ખાનગી પ્રાથમિક સ્કૂલોની 82,509 જેટલી બેઠકો પર છઝઊ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ. છઝઊના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. આ વખતે વાલીઓએ ફોર્મ ભરતી વખતે ઈન્કમટેક્સ રિટર્ન પણ ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે.જો ઈન્કમટેક્સ રિટર્ન ભરતા ન હોય તે સંજોગોમાં આવકવેરાને પાત્ર આવક થતી ન હોવા અંગેનું સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેશે. તાજેતરમાં આરટીઈની પ્રવેશ કાર્યવાહીને લઈને સત્તાવાર જાહેરાત કરાઈ હતી. જેમાં 9 એપ્રિલ સુધી વાલીઓને ડોક્યુમેન્ટ એક્ત્ર કરવા માટે સમય આપવામાં આવ્યા બાદ હવે 10એપ્રિલ એટલે આજથી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જો કે સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ અને નવી શિક્ષણ નીતિ મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે, તો પ્રવેશ આપી શકાશે નહિ.
- Advertisement -
ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.