ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના ભાક્ષી ગામે ધાતરવડી ડેમના નદી કાંઠે સસલાના શિકારની કોશિષ કરનાર પાંચ શખ્સોને વનવિભાગે ઝડપી પાડયા હતાં. નાયબ વન સંરક્ષક શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના માર્ગદર્શન હેઠળ તેમજ મદદનીશ વન સંરક્ષક અમરેલીની સુચના હેઠળ અને વાય.એમ.રાઠોડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વન્યજીવ રેન્જ રાજુલાના સીધા માર્ગદર્શનથી વન્યપ્રાણી શિકારની પ્રવૃતિને સદંતર ડામવાના ભાગરૂપે રાજુલા રેન્જના સ્ટાફ દ્વારા આરોપી 1. વિનુભાઈ વજેકણભાઈ ઉ.વ.45 રહે. દોલતી 2.પરમાર રવિભાઈ ભાણાભાઈ ઉ.વ.19 રહે. બર્બટાણા, 3. પરમાર નિતલ હિંમતભાઈ ઉ.વ.19 રહે. ડાધીયા. 4. પીલુકીયા કનુભાઈ હીંમતભાઈ ઉ.વ.31 રહે. દોલતી, 5.ભગુભાઈ રામભાઈ ભુકણ ઉ.વ.54 રહે. ભાક્ષી અને પાંચેય આરોપીઓ ભાક્ષી-2 ગામે ધાતરવડી ડેમ કિનારા પાસે વિસ્તાર આ ગુન્હા કામના આરોપીઓએ એકસંપ કરી અલગ-અલગ જગ્યાએ મેવટા (જાળી) બાંધી વન્યપ્રાણીના શિકારની કોશિષ કરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
- Advertisement -
વનવિભાગે 1.25 લાખનો દંડની વસુલાત કરી હાલ પાંચેયને જામીન પર મુક્ત કરવામા આવેલ છે. આ કામગીરીમાં રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર વાય.એમ.રાઠોડ, રાઉન્ડ ફોરેસ્ટર ધારેશ્વર આર.પી.વઘાસીયા,વનરક્ષક બર્બટાણા બીટ એચ.આર.બારૈયા, ટ્રેકર્સ સંજયભાઈ બારૈયા તથા યુવરાજભાઈ ધાખડા સહિત સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.