જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં પ્રથમ વખત કલંકીત ઘટના સામે આવી હતી રાજુલા તાલુકાના વિકટર ગામની 11 વર્ષની પાયલ લખમણભાઇ સાકળ પોતાના પરિવાર સાથે પરિક્રમા કરવા આવી હતી. ત્યારે બોરદેવી નજીક કાંટબાવળ વિસ્તારમાં અચાનક દીપડો ચાવી ચડયો હતો અને પરિવારની નજર સામે બાળકીને ઉઠાવીને જંગલ તરફ લઇ ગયો હતો. જેમાં 11 વર્ષની બાળાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યુ હતુ. પરિવાર જયારે ચુલા પર રસોઇ બનાવતો હતો ત્યારે તેની નજર સામે બાળકીને ઉઠાવી જતા પરિવારમાં શોક ફેલાયો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને થતા તૂરંત ઘટના સ્થળે આવી બાળકીના મૃતદેહને શોધીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ત્યારે વન વિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હતી. અંતે 10 કલાકની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારે આ દીપડો બાળકી પર હુમલો કરનાર છે કે અન્ય તે દિશામાં વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
ગિરનાર પરિક્રમામાં બાળાને ફાડી ખાનાર દીપડાને પાંજરે પુરતુ વન વિભાગ

Follow US
Find US on Social Medias