ભૂતાન અને ભારતની વચ્ચે આંતરરાષ્ટ્રીય ટ્રેન સેવા
ખાસ-ખબર સંવાદદાતા
આપણામાંથી મોટાભાગના લોકોએ દેશભરમાં ટ્રેન દ્વારા મુસાફરી કરી હશે, પરંતુ હવે ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે વિદેશની યાત્રા કરવાનો પ્લાન કરી રહી છે. આ યોજના એવી છે કે તમે રેલમાં બેસીને વિદેશની યાત્રા કરી શકો છો. મોદી સરકાર ભૂતાન અને ભારતની વચ્ચે આંતરરાષ્ટ્રીય ટ્રેન સેવા શરુ કરવા જઈ રહી છે. પાડોશી દેશોની વચ્ચે આ ટ્રેન સેવા આસામથી શરુ કરવામાં આવશે અને તેનો ઉદ્દેશ્ર્ય બન્ને દેશો વચ્ચે પ્રવાસનમાં વેગ મળે તેવા હેતુથી કરવામાં આવી રહ્યો છે. રેલવે લાઈનનું કાર્ય વર્ષ 2026 સુધીમાં પુરુ કરવામાં આવશે. આ બાબતે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સોમવારે આ અંગે વધુ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભૂતાનના પર્યટકો ભારત આવવા જવા માટે ખૂબ જ ઉત્સુક છે.
- Advertisement -
વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સોમવારે કહ્યું હતું કે, ભારત સરકાર ભૂતાન અને આસામની વચ્ચે રેલ લિંક પર ભૂતાન સરકાર સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યું કે ભૂતાનના પર્યટકો માટે હજુ વધુ જગ્યાઓ ખોલવા માટે ઉત્સુક છીએ અને રેલ સંપર્ક આસામ માટે પણ ફાયદા કારક રહેશે. ડો. એસ જયશંકરે એએનઆઈ સાથે વાત કરતાં કહ્યુ હતું કે, અમે ભૂતાન અને આસામની વચ્ચે રેલ લિંકની વાતચીત કરી રહ્યા છીએ.
આ ભારત અને ભૂતાનની વચ્ચે પહેલી રેલવે કનેક્શન છે અને તેને 2026 સુધી પુરૂૂ કરવાની યોજના છે. ભારત સરકાર 57 કિલોમીટર લાંબા રેલવે લિંકનો ખર્ચ ખુદ ભારત સરકાર ઉઠાવશે. ભૂતાનના વિદેશ મંત્રી ડો. ટાંડી દોરજીએ આ વર્ષના એપ્રિલ મહિનામાં કહ્યું હતું કે ભૂતાન સરકાર પહેલા આ પ્રોજેક્ટ પર કામ કરશે. તેના પછી સમત્સે, ફુએંતશોલિંગ, નંગંગલાભ અને સમદ્રુપજોંગખાર જેવા અન્ય વિસ્તારોને જોડવાનો વિચાર કરશે. આજ રીતે બીજી યોજના નેપાળ- બાંગ્લાદેશને જોડવા માટેની છે. આ પુરુ થયા પછી તેના પર કામ કરવામાં આવશે.