ત્રણ પોલીસ મથકનો મુદ્દામાલ રોડ-રોલર ફેરવી નષ્ટ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ત્રણ પોલીસ મથકોમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચોટીલા, થાનગઢ અને નાની મોલડી પોલીસ મથકોનો કુલ 25,833 નંગ વિદેશી દારૂનો મુદ્દામાલ રોડ-રોલર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થાની કિંમત આશરે રૂપિયા 2.58 કરોડ થવા જાય છે. જેમાં ચોટીલા પોલીસ મથકમાંથી રૂપિયા 93.33 લાખ, થાનગઢ પોલીસ મથકમાંથી રૂપિયા 13.48 લાખ, અને નાની મોલડી પોલીસ મથકમાંથી રૂપિયા 1.51 લાખનો વિદેશી દારૂનો સમાવેશ થતો હતો. આ દારૂનો જથ્થો શહેરી વિસ્તારથી દૂર લઈ જઈને નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂ નાશની કાર્યવાહી દરમિયાન નસબંધી વિભાગના અધિકારીઓ, લીંબડી ડીવાયએસપી, તેમજ ચોટીલા, થાનગઢ અને નાની મોલડી પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.