જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો કર્યો, બુટલેગર નાશી છૂટ્યો
ખાસ-ખબર ન્યૂઝ પાટડી
- Advertisement -
પાટડી શહેરના દશામાપરુ વિસ્તારમાં રહેતા અનિલભાઈ દશરથભાઈ તળેટીયાના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમે દરોડો કર્યો હતો આ દરોડામાં વિદેશી દારૂની 710 નંગ બોટલ કિંમત 2,19,135 રૂપિયા તેમજ બિયર 142 નંગ કિંમત 31,240 રૂપિયા એમ કુલ મળી 2,50,375 રૂપિયાની જપ્ત કરી હાજર નહિ મળી આવેલ અનિલભાઈ દશરથભાઈ તળેટીયા રહે: પાટડી વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



