31.27 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ટ્રક ચાલક ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ જે.વાય.પઠાણ, પરીક્ષિતસિંહ, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ હાઇવે પર પેટ્રોલીંગમાં હોય તેવા સમયે અમદાવાદથી રાજકોટ તરફ એક ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા હાઇવે પર વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રક આરજે 14 જી.આર 7551 વાળાને ઊભો રાખવી અંદર તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં વિદેશી દારૂની બોટલ નંગ 864 કિંમત 6,38,496/- રૂપિયા તથા બિયર નંગ 23160 નંગ કિંમત 24,89,040/- રૂપિયાનો જપ્ત કરી ટ્રક ચાલક દોલારામ અમરારામ રહે: બાડમેર (રાજસ્થાન) વાળાને ઝડપી લઇ પ્રાથમિક પૂછપરછ કરતાં રાજસ્થાનના સાચોર જિલ્લાના બાલવીરસિંગ ઉર્ફે બજરંગ રાજુરામ જાટ દ્વારા વિદેશી દારૂનો ટ્રક ભરી આપ્યો હોય અને મોરબી ખાતે ટ્રક ખાલી કરવાનો હોવનું જણાવતા ઝડપાયેલ શખ્સ પાસેથી એક મોબાઇલ કિંમત 5000/- રૂપિયા, ટ્રક કિંમત 10 લાખ રૂપિયા તથા રોકડ દશ હજાર રૂપિયા એમ કુલ 41,42,536/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી બની મોલડી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.