વિદેશી દારૂ તથા બિયર કિંમત 4.45 લાખ રૂપિયા સાથે બે ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્વે દારૂની હેરફેર થતા સ્થાનિક પોલીસ દ્વારા વિદેશી દારૂ અંગે સતર્કતાથી મુખ્ય સ્થળ પર દારૂ ઘૂસે તે પૂર્વે જ ઝડપી લેવાઈ છે ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર એક કર્મ વિદેશી દારૂ લઈ જવાતો હોવાની બાતમીને આધારે પાણશીણા પોલીસ દ્વારા ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન એક કાર જીજે 03 જે એફ 4787 નંબરની નીકળતા તેને અટકાવી કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 300 બોટલ તથા બિયર ટીન 480 નંગ મળી કુલ 4,45,800 રૂપિયાનો દારૂ મળી આવતા કારમાં સવાર દિનેશ મોહનલાલ શિયાક તથા સેતાનસિંગ ક્રિષ્ણારામ શિયાક રહે: બંને બાડમેર વાળાને ઝડપી લઇ તેઓની પાસેથી કાર કિંમત દશ લાખ રૂપિયા બે મોબાઇલ કિંમત દશ હજાર રૂપિયા તથા રોકડ 1650 રૂપિયા સહિત કુલ 14,66,450 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વિદેશી દારૂ ભરી આપનાર કાળુભાઇ સહિત ત્રણેય વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



