- રૂા.1000 કરોડના ભંડોળનો કોઈ હિસાબ જ રખાયો નથી: શિક્ષણનું સ્તર પણ નીચું: સીટના રિપોર્ટ પર કાર્યવાહી
- ગલ્ફ દેશોમાંથી નેપાળ બોર્ડર પરના મદ્રેસાઓને જંગી ભંડોળ અપાય છે
ખાસ-ખબર સંવાદદાતા
ઉતરપ્રદેશમાં ચાલતા 13000થી વધુ મદ્રેસાઓને તાળા મારવા યોગી સરકારે જાહેરાત કરી છે. રાજયમાં મદ્રેસાઓના સંચાલનની તપાસ માટે રચાયેલી ખાસ તપાસ ટીમ એ તેનો રિપોર્ટ રાજય સરકારને સુપ્રત કરી દીધા છે.જેમાં મદ્રેસાઓને ખાડી સહિતના દેશોમાંથી મળેલા ભંડોળ ઉપરાંત મદ્રેસાઓની આવક-જાવકના કોઈ હિસાબ જ રાખવામાં આવ્યા ન હતા.
ખાસ કરીને નેપાળ સાથેની સરહદ સ્થિત મદ્રેસાઓમાં આ પ્રકારે મોટી નાણાકીય ગેરરીતિ જોવા મળી હતી અને ખાસ ટીમ 13000થી વધુ મદ્રેસાઓને બંધ કરવા ભલામણ કરી છે. રાજયના સાત જીલ્લાઓમાં મદ્રેસાઓ તપાસ કરવામાં આવી હતી. વિદેશમંત્રી જે જંગી મદદ મળી તેની કોઈ માહિતી રાખવામાં આવી હતી તથા આ મદ્રેસાઓમાં દેશવિરોધી પ્રવૃતિ ચાલતી હોવાની પણ શંકા હતી.
- Advertisement -
અંદાજે રૂા.100 કરોડના ભંડોળની ગોલમાલ સામે આવી છે.
જયારે શિક્ષણનું સ્તર અત્યંત નબળું હોવાનું પણ બહાર આવ્યુ હતું. અહી અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને નોકરીઓ નહી મળતા તમામે શિક્ષણ અંગે ભાંડો ફોડતા યોગી સરકારે તપાસ ટીમ બનાવી હતી.