ખાસ-ખબર સંવાદદાતા
ટાટા મોટર્સ લિમિટેડની પેટા કંપની ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (ઝઙઊખક) અને ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (ઋઈંઙક)એ આજ રોજ યુનિટ ટ્રાન્સફર એગ્રિમેન્ટ (ઞઝઅ) પર હસ્તાક્ષર કર્યા છે. સાણંદ સ્થિત ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સંપાદન માટે કરવામાં આવેલા આ કરારમાં સમગ્ર જમીન અને ઈમારતો, ત્યાં રહેલી મશીનરી અને સાધનો સાથેના વાહન ઉત્પાદન પ્લાન્ટનો સમાવેશ થાય છે. સાથે જ સાણંદ ખાતે ઋઈંઙકની વાહન ઉત્પાદન માટેની કામગીરીમાં સામેલ તમામ યોગ્ય કર્મચારીઓની ટ્રાન્સફર તથા કુલ વિચારણા માટે ટેક્સ સિવાય 725.7 કરોડ (સાતસો પચ્ચીસ કરોડ અને સિત્તેર લાખ) રૂપિયાની રકમ નિર્ધારિત કરવામાં આવી છે. ઋઈંઙક પરસ્પર સંમતિ અંગેની શરતોના આધાર પર ઝઙઊખક પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની જમીન અને ઈમારતો ભાડેથી પરત લઈને પોતાની પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું સંચાલન યથાવત રાખશે.