ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
શિક્ષણથી વ્યક્તિ સામાન્ય માંથી મહાન બને છે આ વાતની સાબિતી વેરાવળના ચાર મુસ્લિમ યુવાનોએ મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી મેળવી સાબિત કરી દીધી છે વેરાવળ શહેરના સામાન્ય પરિવારના ચાર યુવાનો કે જેમણે મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મહત્વની ધરાવતી ભણતર એવી MBBS ની ફાઈનલ પરીક્ષા પાસ કરેલ છે કે જેઓ ઇંન્ટરર્શીપ ટૂક સમય4 માં પૂર્ણ કરશે અને ગુજરાત ભરના મુસ્લિમ વિધાર્થીઓ માટે એક આદર્શ અને પ્રેરણા સ્ત્રોત બનશે સૈયદ તિરમિઝી સીબતેન ખાલિક,વિરભાર સજજાદ જાવેદ, મુકામી મોઈન યુસુફ,શેખ શિદ્દિક્કી સૈફુદ્દીન નામ નાં યુવાનો એક આદર્શ બની બહાર આવશે. આ ચારેય યુવાનો મધ્યમ વર્ગીય પરિવારના છે જેમને MBBS કરોડો રૂપિયાની મોંઘી સીટ પોતાના ટેલેન્ટ અને કાબેલિયત પર સરકારી કોટા માંથી લીધેલ હતી અને આજે પોતાની ભણતર પૂર્ણ કરી આવનાર સમય પોતાની ઈનટશીપ પૂર્ણ કરશે અને એક શ્રેષ્ઠ ડોકટર બની બહાર આવશે.
આ યુવાનો એ વાત સાબિત કરે છે કે તમારી આર્થિક પરિસથિતિ સારી નાં હોય તો પણ જો તમારામાં આત્મવિશ્વાસ અને કાબેલિયત હોય તો 100% સફળતા પ્રાપ્ત થાય છે
હાલ ધો.10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આ યુવાન ડોકટરો મુસ્લિમ સમાજ ના વિદ્યાર્થીઓ માટે એક રોલ મોડેલ છે અને આ વાત સાબિત થાય છે હવે અબ્દુલ ફકત ટાયર પંચર કરી પોતાની જીંદગી નહિ જીવે પણ ઈલ્મ ને મજબૂતી થી પકડી ને સફળતા નાં શીખળો પ્રાપ્ત કરશે આને ગુજરાત રાજ્ય અને ભારત દેશ નું ગૌરવ વધારશે
આ તકે વેરાવળ મુસ્લિમ સમાજના પ્રમુખ અને પટની સમાજ ના પટેલ અફઝલ સર અને તેમના સાથીઓ દ્વારા પટની જમાત વેરાવળ ખાતે આ આવનાર સમય નાં ડોકટરો અને તેમના પરિવાર નાં લોકોની શાલ ઓઢાડી અને ફૂલહાર કરી તેમનું બહુમાન કરેલ હતું
વેરાવળ મુસ્લિમ સમાજનાં પહેલીવાર એક સાથે ચાર યુવાનો MBBSની ડીગ્રી મેળવશે



