વિદ્યાર્થીઓને આગામી સમયમાં આગળ અભ્યાસ કે નોકરી માટેની તક મળે એ માટે આ પરીક્ષાઓના પરિણામ વહેલાસર અપાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્ષ 2010 થી 2015 સુધીમાં જીઆઇપીએલ અને માઈન્ડલો જીકસ હેઠળના એનરોલમેન્ટ થયેલા અને નાપાસ થયેલા જુના વિદ્યાર્થીઓની કારકિર્દી ન બગડે એ માટે પરીક્ષા આપવાની વધુ એક તક પુરી પાડવાનો વિદ્યાર્થીહિતનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશભાઈ ભીમાણી દ્વારા કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી ડો. ગીરીશભાઈ ભીમાણી એ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર આજથી એક દિવસમાં કુલ ત્રણ સેશનમાં ક્ન્વેશનલ બિલ્ડીંગ ખાતે જુના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેષભાઈ સોની એ માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ક્ન્વેશનલ બિલ્ડીંગમાં આજે પરીક્ષાની શરુઆત કરવામાં આવેલ છે. આ પરીક્ષા તા. 10-3-2022 થી તા. 19-3-2022 સુધી પરીક્ષા લેવાશે. પ્રથમ તબક્કામાં સેમેસ્ટર 1,3,5ની પરીક્ષાઓની આજથી શરુઆત કરવામાં આવેલ છે. બીજા તબક્કામાં સેમેસ્ટર 2,4,6 ની પરીક્ષાઓ લેવામાં આવશે. વિદ્યાર્થીઓને આગામી સમયમાં આગળ અભ્યાસ કે નોકરી માટેની તક મળે એ માટે આ પરીક્ષાઓના પરિણામ વહેલાસર આપવામાં આવશે.
- Advertisement -
આગામી સમયમાં આવી જ રીતે ત્રણ સેશનમાં પરીક્ષાઓ લેવાય એ માટે વિચારણા કરવામાં આવશે.આજથી શરુ થયેલ પરીક્ષામાં આશરે 6000 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.