સમૂહલગ્નમાં 25 નવદંપતીઓએ સંસારના મંગલમય પથ પર સાથે રહેવાનો સંકલ્પ કરીને સહજીવનની નવી યાત્રાનો શુભારંભ કર્યો
ઉપસ્થિત સંતો, મહંતો, સામાજિક શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, દાતાઓના વરદહસ્તે દીપ પ્રાગટ્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા રાધિકા ફાર્મ, પરસાણા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ કડવા પાટીદાર દ્વારા જાજરમાન આયોજન એવું ‘પ્રીતનું પાનેતર 2025’ હેઠળ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં 25 નવદંપતિઓએ સંસારના મંગલમય પથ પર સાથે રહેવાનો સંકલ્પ કરીને સહજીવનની નવી યાત્રાનો શુભારંભ કર્યો હતો.
- Advertisement -
આ રૂડા અવસરે નવદંપતિઓને આશીર્વાદ પાઠવવા વ્રજરાજકુમારજી મહારાજ, સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી, કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી, શાસ્ત્રી રાધા રમણદાસજી સ્વામી, ભાગવતાચાર્ય શાસ્ત્રી નિખિલભાઈ જોશી સહિતના સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવદંપતિઓને શુભેચ્છા પાઠવવા સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપના હોદ્દેદારો, શહેરના કોર્પોરેટરો, સમાજના આગેવાનો મૌલેશભાઈ ઉકાણી, નિલેશભાઈ ધુલેશિયા, જગદીશભાઈ કોટડીયા, સિલાલભાઈ આદ્રોજા, નંદલાલભાઈ માંડવીયા, રાજનભાઈ વડાલીયા, જીવનભાઈ વડાલીયા, ચંદુભાઈ ખાનપરા, કિરીટભાઈ આદ્રોજા, ડો. ચેતન ડઢાણીયા, જયેશભાઈ પટેલ, ગૌતમભાઈ ધમસાણીયા, સોનલબેન ઉકાણી, ભાવનાબેન કોટડીયા, નિશાબેન વડાલીયા, વિવિધ સંસ્થાના આગેવાનો, દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવદંપતિઓને આશીર્વચન પાઠવેલા હતા. આ સમૂહલગ્નમાં શુભેચ્છક સંસ્થાઓ ઉમિયા માતાજી મંદિર સીદસર, સી પટેલ સભા સમાજ રાજકોટ, ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટ, ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ, ઉમિયા કડવા પાટીદાર સમાજ, ઉમિયા પદયાત્રી પરિવાર, કલબ યુવી, ઉમિયા યુવા ફાઉન્ડેશન, કે.પી.એસ.કલબ, ઉમર ડાયનેમિક, ઉમા યુ.કે. યુવા ગ્રુપ, ઉમા સારથી ફાઉન્ડેશનએ પોતાનું યોગદાન આપ્યું હતું. આ સમૂહલગ્નમાં ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા તમામ દીકરીઓને કરિયાવરમાં ચણિયા-ચોળી, ડ્રેસ, વુડન કબાટ, વુડન બેડ, ટીપોઈ, ટીવી, ફ્રીજ, ડબલ બેડ ગાદલુ સહિત કુલ 96 ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત અગ્રણીઓના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સંતો-મહંતો અને વિવિધ સંસ્થાના અને દરેક સમાજ – જ્ઞાતિના આગેવાનો દ્વારા ઉમિયા માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી.
આ સમૂહલગ્ન સમારોહમાં જાન આગમન સમયે બેન્ડવાજાથી જાનનું સામૈયુ કરવામાં આવેલું હતું ત્યારબાદ હસ્તમેળાપ, ભોજન સમારંભ અને જાન વિદાય સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવ્યા હતા. આ સમૂહલગ્ન દરમિયાન જીવનદીપ બ્લડ બેન્કના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમિયા પદયાત્રિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 282માં રક્તદાન કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ઉમા સાથી ફાઉન્ડેશનના મુખ્ય આયોજકો જ્યોતિબેન ટીલવા, કિશનભાઈ ટીલવા, રીટાબેન કાલાવડીયા, શીતલબેન ડેકીવાડીયા, મનીષભાઈ ડેડકીયા, હિરેનભાઈ સાપરિયા, હિરેનભાઈ પાંચાણી, ડેનીભાઈ ડઢાણીયા, ભાર્ગવભાઈ મેતલીયા, ઉદયભાઈ ભુત, યુગ કણસાગરા, જીત પાડેલીયા, રવિ ચાંગેલા, પ્રફુલભાઈ દેત્રોજા, સંજયભાઈ ખીરસરીયા, પાર્થભાઈ માણસોરિયા, ચિરાગભાઈ ઘેટીયા, યોગેશભાઈ ભુવા, પ્રતાપભાઈ સિનોજીયા, પીયુષભાઈ સીતાપરા, નિમેષભાઈ બોડા, રોનકભાઈ ગડારા, રસિકભાઈ ખીરસરીયા, ભાવનાબેન રાજપરા, વર્ષાબેન મોરી, રેખાબેન ત્રાંબડીયા, કિરણબેન માકડીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.



