NIFD દ્વારા ન્યુયોર્ક ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન સાથે ટાઇઅપ થતા ન્યુયોર્ક અને લંડનમાં ફેશન ક્ષેત્રે વિદ્યાર્થીઓ ઉચ્ચ કારકિર્દી ઘડી શકશે
ન્યુયોર્ક અને લંડનના ખુબજ અનુભવી ફેકલ્ટી એમ્મા કેન્ડી અને કાર્લા પાઝ સૌપ્રથમવાર રાજકોટ આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે વિદ્યાર્થીઓને સૌથી મોટો પ્રશ્ન કેરિયર બનાવવાનો હોય છે, જીવનમાં યોગ્ય ગોલ મેળવવાનો હોય છે ત્યારે વિશ્વની સૌથી મોટી ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ વિદ્યાર્થીઓ તેનું ભાવી ઘડી ઉજ્જવણ કારકિર્દી ઘડી શકે છે. તે માટે ગઈંઋઉ દ્વારા ન્યુયોર્ક ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન સાથે ટાઇઅપ કરાયું છે. જેના અનુસંધાને NIFD રાજકોટ ખાતે સૌપ્રથમવાર ન્યુયોર્ક અને લંડનના ખુબજ અનુંભવી ફેકલ્ટી એમ્મા કેન્ડી અને કાર્લા પાઝ અહિં આવ્યા અને ફેશન તેમજ ઇન્ટીરીયર ડિઝાઇનના વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી આંતરરાષ્ટ્રીય માર્ગદર્શન આપ્યું હતું. હવે અહિંના વિદ્યાર્થીઓ ન્યુયોર્ક અને લંડનમાં ફેશન ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી શકશે.
- Advertisement -
આ અંગે NIFD રાજકોટના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે NIFD રાજકોટને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ નો એવોર્ડ આપી ન્યુયોર્ક ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન સાથે ટાઇઅપનો પ્રારંભ કરાયો. જેમાં NIFDના ફેશન અને ઇન્ટીરીયરના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે ન્યુયોર્ક અને લંડન જઇ શકશે. વિદ્યાર્થીઓને તેના આંતરરાષ્ટ્રીય માર્ગદર્શન માટે રાજકોટમાં સૌપ્રથમવાર તા.7 શનિવારે NIFD સેન્ટર ખાતે ફેશન ક્ષેત્રે અનુંભવી વિદેશી ફેકલ્ટી ટીકટોક ડિઝાઇનર એવોર્ડ વિજેતા બીબીસી એન્કર સાથે ડિઝાઇનીંગનો અનુંભવ ધરાવતા ન્યુર્યોર્કના એમ્મા કેન્ડી અને મૂળ સ્પેનીશ ડિઝાઇનર અને લંડન સ્કૂલ ઓફ ટ્રેન્ડઝ સાથે સહયોગ ધરાવતા લંડનના કાર્લા પાઝ આવ્યા હતા. ચાર કલાકના વર્કશોપમાં તેમણે વિદ્યાર્થીઓને ફેશન ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય જ્ઞાન આપ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોના જવાબો આપ્યા હતા.
ફેશન અને ઇન્ટીરીયર ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બહાર નથી જઇ શક્તા ત્યારે NIFD દ્વારા તેમને અહિં બેઠા ન્યુયોર્ક અને લંડનના ફેકલ્ટીનું આંતરરાષ્ટ્રીય નોલેજ મળ્યું હતું. હવે ડિઝાઇનીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ એક્ચેન્જ પ્રોગ્રામ હેઠળ ન્યુયોર્ક ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશનમાં જઇ ત્યાં ભણવાનો અને ફેશનના દિગ્ગજો સાથે અનુંભવ લેવાનો મોકો મેળવી શકશે જેથી તેની કારકિર્દીમાં બહોળો લાભ મેળવી શકશે. આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી એમ્મા કેન્ડી અને કાર્લા પાઝ સૌપ્રથમવાર રાજકોટના મહેમાન બનતા NIFD ઉત્સાહભેર આવકાર્યા હતા અને વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. ફેશન ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યર્થીઓએ વધુ વિગત માટે 9898222999 પર સંપર્ક કરી શકે છે.