25 નવેમ્બરથી શરૂ થતી ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનાં ગુકેશ અને ચીનનાં લિરેન વચ્ચે મુકાબલો : ઈનામની રાશિ 25 લાખ ડોલર
ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ પર અપેક્ષાઓનું ભારણ ઓછું છે અને સોમવારથી અહીં શરૂ થઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જ્યારે તેનો સામનો ચીનનાં ડિંગ લિરેન સામે થશે, ત્યારે તેનું લક્ષ્ય વિશ્વનાથન આનંદ પછી આ પ્રતિષ્ઠિત ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનવાનું રહેશે. મોટાભાગનાં ચેસ જગતનાં લોકો ગુકેશનું સમર્થન કરી રહ્યાં છે કારણ કે 18 વર્ષીય ભારતીય ખેલાડીએ ચેમ્પિયન બનવા માટે ધીરજ બતાવી છે પણ હવે આ પખવાડિયા લાંબી ટુર્નામન્ટ દરમિયાન તે દબાણને કેવી રીતે હેન્ડલ કરે છે તે જોવાનું રહેશે . લિરેને 2023 માં રશિયાનાં ઇયાન નેપોમ્નિઆચીને હરાવી વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેર્યો હતો, પરંતુ ત્યારથી ચીનનો ખેલાડી પણ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. તેણે છેલ્લાં એક વર્ષમાં ગુકેશ કરતાં ઘણું વધારે રમ્યું છે.
- Advertisement -
ગુકેશ વધુ સારા ફોર્મમાં
આંકડા ગુકેશની તરફેણમાં છે જેણે ગયાં નવેમ્બરથી 2794 ના સર્વોચ્ચ રેટિંગ સાથે 137 રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યાં છે જ્યારે લિરેન એ જ સમયગાળામાં 52 પોઈન્ટ્સ ગુમાવ્યાં છે. બરાબર છ વર્ષ પહેલાં, લિરેન, જે 2816 પોઈન્ટ્સ સાથે વિશ્વનાં બીજા ક્રમની સૌથી વધુ રેટિંગ ધરાવતો ખેલાડી હતો, તે હવે યાદીમાં 23મા ક્રમે છે. ચીનનો આ ખેલાડી એકમાત્ર ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન છે જે છેલ્લાં કેટલાક દાયકાઓમાં ટોપ-10 માંથી બહાર થઈ ગયો છે. ગુકેશ લિરેન સામે અત્યાર સુધી કોઈ ક્લાસિકલ મેચ જીતી શક્યો નથી જ્યારે ચીનનાં ખેલાડીએ ભારતીય ખેલાડી સામે ત્રણમાંથી બે મેચ જીતી છે જ્યારે એક મેચ ડ્રો રહી હતી.
ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે કહ્યું
હું એમ ન કહી શકું કે હું ખૂબ જ શાંત છું. આ એક મોટી ટૂર્નામેન્ટ છે અને હું ખૂબ જ ઉત્સાહિત છું. હું કોઈપણ પ્રકારની ચિંતાને હેન્ડલ કરી શકું છું. જ્યાં સુધી મને મારી કૌશલ્ય પર વિશ્વાસ છે ત્યાં સુધી મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટૂર્નામેન્ટના 138 વર્ષનાં ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે જયારે બે એશિયન ખેલાડીઓ ટાઈટલ માટે એકબીજાની સામે ટકરાશે. આ મેચની ઈનામી રકમ 25 લાખ ડોલર છે.