ગણેશજીના વાહન મૂષક શ્રીજીની પ્રદક્ષિણા કરે છે!
ગણેશજીને 60 લાખ રૂપિયાનો સોનાનો હાર અર્પણ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અહીં યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે વૈદિક પુરાણની થીમ સાથે ગણપતિ પંડાલની સજાવટ કરવામાં આવી છે. જોકે, અહીં એક ભક્ત દ્વારા 800 ગ્રામ એટલે કે અંદાજે 60 લાખ રૂપિયાનો સોનાનો હાર વિઘ્નહર્તાને અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગણપતિના બાજુબંધ સાથે ડાયમંડનો અદભૂત શણગાર કરવામાં આવ્યો છે. ગણપતિની આસપાસ લાઇવ ઉંદરો ફરતા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ઝછઙ ગેમ ઝફોન અગ્નિકાંડને લઇને આગની ઘટના બને તો તેને બુઝાવવા અગ્નિશામક યંત્ર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ ઈઈઝટ પણ સજજ કરાયા છે. જોકે, આ 10 દિવસ દરમિયાન 35 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર જે.કે. ચોક ખાતે શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આ વખતે 15મા વર્ષે જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વૈદિક થીમ સાથે ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં નાળાછડી, રૂદ્રાક્ષ, સ્વસ્તિક જેવું ડેકોરેશન કરાયું છે. આ મહોત્સવમાં 50 ફૂટ આડો અને 80 ફૂટ લાંબો એસીવાળો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ગણપતિ દ્દાની 9 ફૂટની મૂર્તિ મુકવામાં આવી છે અને મૂર્તિના ફરતે આખો દિવસ 8 જેટલા સફેદ ઉંદર પ્રદક્ષિણા કરી રહ્યા છે.
- Advertisement -
9 દિવસનું આયોજન અને 10 દિવસ હનુમાનધારા ખાતે વિસર્જન કરવામાં આવશે. આ 10 દિવસમાં કુલ 35 લાખનો ખર્ચ કરવામાં આવશે. દરરોજ સાંજે 8 વાગ્યે મહાઆરતી અને 9થી 12 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ વખતે ગણપતિ દાદાનો ડાયમંડથી શણગાર કરવામાં આવ્યો છે. એક ભક્ત દ્વારા ગણપતિ દાદાને 800 ગ્રામ સોનાનો હાર પહેરાવવામાં આવ્યો છે. આ વખતે સનાતન ધર્મનો નારો લગાવવામાં આવ્યો છે, ત્યારે વૈદિક પુરાણની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં ઓમ, સ્વસ્તિક, નાળાછડી અને મંદિરની માફક ઘંટ રાખવામાં આવ્યા છે. અહીં દરરોજ રાજકોટ ઉપરાંત બહારગામથી પણ ભાવિકો દર્શન માટે આવે છે. દરરોજ અંદાજે 50,000 ભાવિકો દર્શનનો લાભ લે છે. ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડને ધ્યાનમાં રાખી ફાયર સેફ્ટી માટેના સાધનો રાખવામાં આવ્યા છે. આ સાથે જ ઈઈઝટ પણ રાખવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીં દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં 12 સપ્ટેમ્બરે 15 વર્ષથી નીચેના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન, 13 સપ્ટેમ્બરે ફક્ત બહેનો માટે ડાંડિયારાસ, 14 સપ્ટેમ્બરે સુરેશ રાવળ, હાજી રમકડું, સાગર મેસવાણિયા અને જયદીપ ખુમાણ દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે. જ્યારે 15 સપ્ટેમ્બરના રામા મંડળ તો 16 સપ્સેટમ્બરે કરાઓકે નાઇટ, બ્લડ ડોનેશન કેમ્પ અને લક્કી ડ્રો થશે. જ્યારે 17 સપ્ટેમ્બરે વિસર્જન યાત્રા કાઢી હનુમાન ધારા ખાતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
સુવર્ણભૂમિ સોસાયટીમાં ગણપતિ ઉત્સવની ઉજવણી
- Advertisement -
સુવર્ણભૂમિ સોસાયટી દ્વારા છેલ્લા 2 વર્ષથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. સોસાયટી 7 પાંખોવાળા 392 ફ્લેટની છે અને સોસાયટીની ટેગલાઇન છે ‘હમ સાથ સાથ હૈ’ બધા સમાજના સભ્યો છે અને તેમની આસ્થા અને પૂજા સાથે તમામ તહેવારો છે. રોજેરોજ વૃદ્ધો, મહિલાઓ અને ખાસ કરીને બાળકો અલગ-અલગ સૂતી અને સાથે ગણપતિની પૂજા કરે છે અલગ કથા. ગણપતિ ઉત્સવના આ 11 દિવસોમાં પ્રથમ દિવસથી શરૂ કરીને અલગ-અલગ કાર્યક્રમો થાય છે. શ્રીનાથજી કીર્તન સાથે, વિગ મુજબની આરતી અને પ્રદર્શન, મહા આરતી, છપ્પન ભોગ, બ્લડ ડોનેશન કેમ્પ, અને બાળકો અને મહિલાઓ દ્વારા ડાન્સ પરફોર્મન્સ. સોસાયટીમાં 7 વિગ છે અને દરરોજ એક વિગ આરતીનો વારો આવે છે અને છેલ્લા દિવસે પણ સમાજના કાર્યકર્તાઓ માટે ખાસ દિવસ હોય છે. જેમાં તેઓએ આરતી કરવાની હોય છે. દરરોજ, ઘણાં બધાં લોકો આરતીમાં ભાગ લઈ રહ્યા છે. દરરોજ, ઘણા રાજકારણીઓ જેમ કે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ભા.જ.5 રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઇ દોશી અને અન્ય ઘણા લોકો દ્વારા સમાજમાં આરતી માટે મુલાકાત લે છે સોસાયટી પ્રમુખ મનીષભાઈ ઠક્કર અને સમિતિના સભ્યોનું આમંત્રણ સ્વીકારીને. આ ગણપતિ ઉત્સવનું આયોજન સુવર્ણભૂમિ કલ્ચરલ સમિતિ અને સુવર્ણભૂમિ યંગ સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.