ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગૃહમંત્રીની મુલાકાત બાદ પોલીસ પર ઘારી અસર ઉપજી હોય એમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને લુખ્ખા તત્વોને ઝેર કરવા મોરબી પોલીસે મેદાને ઉતરીને છેલ્લા બે દિવસથી ફુટ પેટ્રોલીંગ શરૂ કર્યું છે ત્યારે સતત ત્રીજા દિવસે મોરબી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, એએસપી અતુલકુમાર બંસલ, એ ડીવીઝન પીઆઈ મયંક પંડ્યા, એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા સહિતની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. મોરબી પોલીસ દ્વારા ખાટકીવાસ, મચ્છીપીઠ, મકરાણી વાસ, રવાપર રોડ, શાક માર્કેટ, અયોઘ્યાપુરી મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રોડ પર આડેધડ વાહન પાર્ક કરતા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેમજ કોઈ કારણ વગર જ્યાં ત્યાં અડીંગો જમાવીને બેસતા આવારા તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબીમાં ગેરકાયદેસર લારી ગલ્લાઓના લીધે રોડ સાંકડા થઈ ગયા હોય જેનો નિકાલ કરવા, ટ્રાફીક નિયમોના ભંગ કરતા દુકાન ધારકો સામે કાર્યવાહી કરતા અને આડેધડ વાહન પાર્કિંગ કરતાં 20 થી વધુ ઈસમો સામે કાર્યવાહી કરવામા આવી હતી.
મોરબી શહેરમાં SP સહિતના પોલીસ કાફલાનું ફૂટ પેટ્રોલિંગ
