ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનવયે જૂનાગઢ એસપી હર્ષદ મેહતા તથા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફ દ્વારા શહેર તેમજ માંગરોળ ટાઉન વિસ્તારમાં અક્ષત કળશ યાત્રા યોજવામાં આવેલ જેમાં યાત્રા શાંતિ પૂર્ણ રીતે યોજાય તે માટેએસપી હર્ષદ મહેતા જાતેથી માંગરોળ ખાતે કેમ્પ રાખેલ અને ડીવાયએસપી ડી. વી. કોડિયાતાર અને પોલીસ ટિમ સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી સમગ્ર અક્ષત કળશ યાત્રાનુ સુપેરવીઝન કરેલ અને આ બંદોબસ્તમાં અને સંવેદનશીલ વિસ્તારમાં તથા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી આગેવાનો સાથે મિટિંગ કરી જરૂરી સૂચનાઓ આપેલ હતી.
માંગરોળમાં અક્ષત કળશ યાત્રા સમયે એસપી સહિત પોલીસ સ્ટાફનું ફૂટ પેટ્રોલિંગ
