ફુગાવામાં સતત ઘટાડા વચ્ચે ખાદ્યચીજો પણ સસ્તી થવા લાગી હોવાથી આમ આદમીથી માંડીને સરકારને પણ ઘણી રાહત થઈ છે.ખાદ્યતેલ તથા શાકભાજી સસ્તા થવાને પગલે ખાદ્યચીજોનો મોંઘવારી દર મે મહિનામાં ઘટીને 2.91 ટકા રહ્યો હતો જે એપ્રિલમાં 3.48 ટકા હતો.
ખાદ્યતેલોમાં સરેરાશ 16 ટકા તથા શાકભાજીમાં 8.08 ટકાનો ઘટાડો થયો હતો જોકે આ દરમ્યાન અનાજ 12.65 ટકા તથા દાલ 6.56 ટકા મોંઘા થયા હતા. આ સિવાય ઈંધણ તથા ઉર્જા ક્ષેત્રનો મોંઘવારી દર ઘટીને 4.64 ટકાના સ્તરે આવી ગયો હતો જે એપ્રિલમાં 5.52 ટકા હતા.
- Advertisement -
આર્થિક નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે મોંઘવારી દરમાં ઘટાડો અપેક્ષા મુજબનો જ રહ્યો છે. છતા હવે આવતા મહિનાઓમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે. ચોમાસું અનિયમીત કે નબળુ રહેવાનાં સંજોગોમાં ફરી વખત વધારો થઈ શકે છે.
રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતીની સમીક્ષા દરમ્યાન રીટેઈલ મોંઘવારી દર 5.1 ટકા રહેવાનું અનુમાન દર્શાવવામાં આવ્યુ હતું. અગાઉની બેઠકમાં 5.2 ટકા અંદાજાયુ હતું. જોકે રિઝર્વ બેન્કનો ટારગેટ 4 ટકાનો છે અને હજુ મોંઘવારી દર તેનાથી વધુ જ છે.