રામ ઓર શ્યામ ગોલાવાલાની પેલેસ રોડ અને કેનાલ રોડ બ્રાન્ચમાંથી વાસી 30 કિલો માવા રબડીનો નાશ
આઝાદ હિન્દ ગોલાની ત્રિકોણબાગ અને વાણિયાવાડી બ્રાન્ચમાંથી અખાદ્ય 21 કિલો માવા રબડીનો નાશ
- Advertisement -
પીપળીયા હોલ પાસે આવેલા રામકૃપા ગોલાવાલાને ત્યાંથી 32 કિલો
અખાદ્ય જથ્થો મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં પરખ્યાત ગોલાવાળા રાજકોટનીજ પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા મનપાની ફુડ શાખાએ ઝડપ્યા હતા. ઉનાળાની ઋતુમાં ગોલાના ચટકા લેતા પેલા રાજકોટની જનતા ચેતી જવા જેવા કિસ્સા સામે આવ્યાં છે.
ઉનાળાની ઋતુ દરમિયાન આઇસગોલાનો ખાદ્યચીજ તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ ખાતે આઇસગોલાનું વેચાણ કરતી 5 પેઢીમાં તપાસ દરમિયાન બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલ માવા તથા કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડી નો કુલ 83 સલ જથ્થો નાશ કર્યો હતો.
આઇસગોલાનું વેચાણ કરતા આઝાદહિન્દ ગોલાવાલાને ત્યાં થી 6 સલ માવા રબડી, રામ ઓર શ્યામ ગોલાવાલા- પેલેશ રોડ – 8 સલ માવા રબડી, રામ ઓર શ્યામ ગોલાવાલા- કેનાલ રોડ – 22 કિલો માવા રબડી નાશ, રામકૃપા ગોલાવાલા- પીપળીયા હોલ પાસે, બોલબાલા માર્ગ – 32 કિલો માવા રબડી નાશ,
આઝાદ હિન્દ ગોલાવાલા- પટેલ વાડી સામે, વાણિયાવાડી – 15 કિલો વાસી માવા રબડી તથા માવો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મોરબી રોડ, સેટેલાઈટ ચોક વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 20 ફુડ બિઝનેસ ઓપરેટર ની દ્વારા વેંચાણ થતાં ઠંડાપીણાં, આઇસક્રીમ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 26 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં તથા 10 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપી હતી.
- Advertisement -
રાધે ડેરી ફાર્મ, પટેલ કોલ્ડડ્રિંક્સ, શિવમ પ્રોવિઝ્ન સ્ટોર, બાલાજી પાન કોલ્ડડ્રિંક્સ -લાઇસન્સ, સપના કોલ્ડડ્રિંક્સ, મોવિયા આઇસક્રીમ, કેશવ ટી, કેશવ પાન કોલ્ડડ્રિંક્સ,હરભોલે પાન અને નાગબાઈ પાન સહિતનાઓ ને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી તથા ડીલક્સ પાન કોલ્ડ્રિંક્સ માહિ ફરસાણ સ્વીટ, રામદેવ ફૂડ, દરિયાલાલ સેલ્સ એજન્સી ,ચામુંડા હોટેલ, કૃષ્ણમ ડેરી ફાર્મ ,પટેલ પ્રોવિઝન સ્ટોર, ખોડલ ડેરી ફાર્મ ,વિર બાલાજી ખમણ હાઉસ અને શ્રી હરી કોલ્ડ્રિંક્સ આઇસક્રીમ ની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી અને નોટીસ ફટકારવા માં આવી હતી