વેજલપુરની રામદેવ ચોળાફળી દુકાનનો બનાવ, ફૂડ વિભાગમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાના બનાવો અટકતા નથી. તાજા બનાવમાં વેજલપુરની રામદેવ ચોળાફળી દુકાનમાંથી આપવામાં આવેલી સમોસાંની ચટણીમાંથી ગરોળી નીકળતા પરિવારજનો ભયભીત બન્યા હતા. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફરિયાદ નંબર 155303 પર ફોન કરી સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શ્રેયસ કોમ્પ્લેક્સ સામે અક્ષર ડેરી નજીક આવેલી દુકાનમાંથી એક મહિલા સમોસાં લઈને ઘરે આવી હતી. જ્યારે ચટણી ખોલવામાં આવી ત્યારે અંદર કંઇક કોથમીર જેવું દેખાયું, પરંતુ બહાર કાઢતા તે ગરોળી હોવાનું સામે આવ્યું. મહિલાએ તરત જ ચટણી ફેંકી દીધી અને દુકાનદારે વાત સ્વીકારવામાં ટાળી મટારું કરતાં કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો.
આ મામલે ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જો ખામી સાબિત થશે તો દુકાન સામે કાર્યવાહી હાથ ધરાશે.