ખાદ્યતેલ, શાકભાજી, ફ્રુટ વગેરે ખાદ્યપદાર્થો મોંઘા બનતા ફુગાવો ભડકયો-સરકાર માટે પડકાર: વ્યાજદરનાં સમીકરણો બદલાઈ શકે
રિટેલ ઈન્ફલેશન (છુટક મોંઘવારી)ને કાબુમાં લેવાના પ્રયાસોમાં ફૂડ ઈન્ફલેશન (ખાદ્ય મોંઘવારી) એક મોટો પડકાર બની ગઈ છે. સપ્ટેમ્બરમાં 9.24 ટકા પર પહોંચ્યા બાદ ઓકટોબરમાં મોંઘવારી 10.87 ટકાએ પહોંચી ગઈ હતી. જે ગત વર્ષે જુલાઈ બાદ તેનું સૌથી ઉંચુ સ્તર છે. દાળોની મોટા પ્રમાણમાં આયાતની સાથે સરકારી મોબાઈલ વાનથી દિલ્હી સહીત મુખ્ય શહેરોમાં ઓછા ભાવે ડુંગળી અને ટમેટા વેચવા છતાં આ સ્થિતિ બની છે. શાકભાજીનો મોંઘવારી દર 42.2 ટકાએ પહોંચી ગયો. જે તેનો 57 મહિનાનો ઉંચો સ્તર છે.
- Advertisement -
ખાદ્ય તેલોનાં દામમાં પણ ઉછાળો આવ્યો છે. વૈશ્ર્વીક સ્તરે કિંમતો વધવાની સાથે આયાત ચાર્જ વધારવાની અસર પડી. સરકારે સપ્ટેમ્બરમાં કેટલાક રીફાઈન્ડ વેરાઈટી પર બેઝીક કસ્ટમ્સ ડયુટી 12.5 ટકાથી વધારીને 32.5 ટકા કરી નાખી હતી. મંગળવારે જાહેર સરકારી આંકડા મુજબ શહેરોમાં રીટેલ ફૂડ ફન્ફલેશન 11.09 ટકા અને ગામોમાં 10.69 ટકા રહ્યું.
સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી 9.24 ટકા અને વર્ષભર પહેલા ઓકટોબરમાં 6.61 ટકા હતી. ખાદ્ય મોંઘવારી 14 મહિના બાદ દસનાં આંકડામાં પહોંચી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઓકટોબરમાં દાળો,ઈંડા, ખાંડ, અને મસાલાની મોંઘવારીમાં ઘણો ઘટાડો થયો હતો. ઉંચી ખાદ્ય મોંઘવારી માટે મુખ્યત્વે શાકભાજી, ફળો અને તેલોનાં ભાવ વધવાનો હાથ રહ્યો છે.કેરએજના ચીફ ઈકોનોમીસ્ટ રજનીસિંહાએ જણાવ્યું હતું કે ખાદ્ય મોંઘવારીને મેનેજ કરવી જરૂરી છે. કારણ કે તેની અસર હાઉસ હોલ્ડ ઈન્ફલેશન એકસ્પેકટનાં પર પડી શકે છે.
ડુંગળીની સપ્લાય વધારશે કેન્દ્ર:
- Advertisement -
ક્ધઝયુમર એફર્સ ફૂડ એન્ડ પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન મીનીસ્ટ્રીએ કહ્યું હતું કે તે રીટેલ માર્કેટમાં વધુ ડુંગળીની સપ્લાય કરશે મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે સરકારે નકકી કર્યું છે કે તહેવારની સીઝન અને બજારો બંધ થવાને લઈને છેલ્લા બે-ત્રણ દિવસમાં કેટલાંક બજારોમાં ડુંગળીની સપ્લાયમાં અસ્થાયી વિઘ્ન આવ્યુ હતું. આ બાબતનો સામનો કરવા ડુંગળીનુ વિતરણ વધારી દેવાશે.