રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગનું ચેકિંગ, 20 જગ્યાએથી નમૂના લેવાયા
‘પટેલ ડાઈનિંગ હોલ’માં વાસી શાકભાજી અને ‘પટેલ ફાસ્ટફૂડ’માં બ્રેડ, પાઉં સહિતની અખાદ્ય વસ્તુ મળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ પાસે આવેલું પટેલ ડાઈનિંગ હોલ અને પટેલ ફાસ્ટફૂડનું ફૂડ ખાવાલાયક નથી. આ બંને રેસ્ટોરામાંથી અખાદ્ય જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર જ મનપાની આરોગ્ય શાખાએ નાશ કર્યો હતો. આ ઉપરાંત મનપાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ચંદ્રેશનગર મેઈન રોડ, માયાણી ચોક પાસે, બેકબોન શોપીંગ સેન્ટર પાસે આવેલા પટેલ ડાઈનિંગ હોલ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલો વાસી શાકભાજી અંદાજિત 3 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલો તેમજ પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી અને ત્યાં જ આવેલા પટેલ ફાસ્ટફૂડ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલી વાસી ચટણી તથા એક્સપાયરી સોસ, મયોનીઝ, ફેટ્સ સ્પ્રેડ, બ્રેડ, પાઉં વગેરે મળીને અંદાજિત 8 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલો હતો તેમજ પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના નાણાવટી ચોકથી રામેશ્ર્વર હોલ સુધીના વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ પનીર તથા પનીર એનાલોગની ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત કુલ 12 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં (1) બંસી ફૂડ પ્રોડક્ટસ પ્લોટ નં. 9, સર્વે નં. 239, એમટેક ઈન્વેસ્ટમેન્ટની બાજુમાં, સ્માર્ટ દાળની પાછળ ગોંડલ રોડને ત્યાંથી દૂધ મસ્તી મલાઈ પનીર અને પનીર લુઝ, (2) ફોર્ચ્યુન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડકટ 1-4 લાતી પ્લોટ, પુનિત ઘરઘંટી પાસે, (3) શ્રી રામ ડેરી ફાર્મ 3 સોમનાથ સોસાયટી શેરી નં. 1, 150 ફૂટ રીંગ રોડ, (4) આસ્થા એન્ટરપ્રાઈઝ પ્લોટ નં. 5, શોપ નં. 6, ન્યુ અંબિકા પાર્ક, શ્યામલ વર્ટીકલ સામે, સાધુ વાસવાણી રોડ, (5) એલ એન્ડ જી ફૂડ્ઝ (અમ્રિતસરી હાટી) શુભમ મેડિકલ સામે, નાના મવા રોડ, શાસ્ત્રીનગર પાસે, (6) આસ્થા એન્ટરપ્રાઈઝ પ્લોટ નં. 5, શોપ નં. 6 ન્યુ અંબિકા પાર્ક સાધુ વાસવાણી રોડ, (7) ફોર્ચ્યુન મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ 1-4 લાતી પ્લોટ, પુનિત ઘરઘંટી પાસે, (8) શ્યામ ડેરી પ્રોડક્ટસ વિવેકાનંદ શેરી નં. 9, કોઠારીયા રોડ, (9) અજેન્દ્ર ડેરી ફાર્મ સોરઠીયાવાડી કોઠારીયા રોડ, (10) શ્યામ ડેરી પ્રોડક્ટસ વિવેકાનંદ શેરી નં. 9, કોઠારીયા રોડ, (11) વૃંદાવન ડેરી ફાર્મ 8, સોરઠીયાવાડી, કોઠારીયા રોડ ખાતેથી પનીર લુઝના નમૂના લેવામાં આવ્યા હતા.
- Advertisement -