મન્ચુરીયન, ગાંઠિયા અને વિલિયમ્સ જોન્સ પિઝાના પાસ્તાના નમૂના લેવાયા, 11 ધંધાર્થીને લાયસન્સ બાબતે સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજનગર મેઇન રોડ તથા નંદનવન મેઇન રોડથી 80 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે જાનકી ફૂડ કોર્નરમાંથી વાસી અખાદ્ય બટેટાનો મસાલો 5 ક્રિ.ગ્રા. સ્થળ પર નાશ તેમજ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી.
- Advertisement -
(2)શ્રી દ્વારકેશ ડેરી ફાર્મ -5 લિટર વાસી અખાદ્ય પેપ્સી કોલાનો નાશ તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે સૂચના (3)ચટપટ્ટા ફૂડ ઝોન -5 કિ.ગ્રા. વાસી અખાદ્ય ભાતનો અને 1 કિ.ગ્રા. આજીનો મોટો મળીને કુલ 6 કિ.ગ્રા સ્થળ પર નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)ખોડિયાર પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)ખોડિયાર નાસ્તા હાઉસ-લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે નોટિસ (06)અફાર પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)શ્રી નાથજી ભેળ સેન્ટર -લાઇસન્સ મેળવવા તથા હાઈજીનિક કન્ડિશનની જાળવણી બાબતે નોટિસ (08)રજવાડી આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)રમ પમ આઇસ્ક્રીમ કેક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)શ્રીનાથજી ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ન્યુ સંતોષ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે ફૂડ વિભાગ દ્વારા મંચુરિયન (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- દેવ ફાસ્ટફૂડ, સર્વોતમ પેલેસ, બ્રીજવિહાર 80 ફૂટ વાવડી, સંભાર (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- જાનકી ફૂડ કોર્નર, નંદનવન રોડ, સંસ્કાર સીટી પાછળ, ભાવનગરી ગાંઠિયા (લુઝ): સ્થળ- ખોડિયાર ફરસાણ, નંદનવન રોડ, કુશલી પાસ્તા (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ- વિલિયમ જોન્સ પીઝા, એચ. આર. સન્સ, 80 ફૂટ રોડ, સોરઠીયાવાડી પાસેના નમૂના
લેવાયા હતા.