ફૂડ વિભાગ દ્વારા જીવરાજ પાર્ક તથા સંતકબીર રોડ રોડ ઉપર 45 ધંધાર્થિઓને ત્યાં ચકાસણી કરાઇ
લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારની અખાદ્ય મીઠાઇનો નાશ કરી નોટિસ ફટકારી ફૂડ વિભાગ દ્વારા સંતોષ માની લેવાયો!
- Advertisement -
પટેલ પેંડાવાલામાંથી કેસર શિખંડ, સંગમ બરફીના નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તહેવારોને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા, કે.એમ.રાઠોડ, આર.આર.પરમાર, સી.ડી.વાઘેલા તથા ફૂડ વિભાગની ટીમ સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તુલસી પાર્ક-2 કોર્નર, નાના મવા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ ‘પટેલ પેંડાવાલા’ પેઢીની સ્થળ તપાસ કરવામાં આવી હતી. પટેલ પેંડાવાલા પેઢીમાં વિવિધ પ્રકારની મીઠાઇ તથા ફરસાણનું ઉત્પાદન -સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડ્યું હતું.
પટેલ પેંડાવાલાના કોલ્ડ રૂમની તપાસ કરતાં તેમાં પેઢીમાં ઉત્પાદન કરેલ મીઠા માવાની પ્લાસ્ટિક પેક્ડ બેગનો જથ્થો તથા મીઠાઈનો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળી હતી. પ્લાસ્ટિક બેગમાં પેક કરેલ મીઠો માવાની બેગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે વિગતો છાપેલ ન હોવાનું તેમજ ફંગસ ડેવલપ થયેલ માલૂમ પડેલ તેમજ કોલ્ડ રૂમમાં સંગ્રહ કરેલ વાસી પડતર મીઠાઈ મળીને અંદાજીત 2600 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકાર્યો હતો. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી વેચાણ/ઉત્પાદન માટે ઉપયોગ ન થાય તે હેતુથી સ્થળ પર કાર્યવાહી કરી જઠખ વિભાગના વાહન દ્વારા સ્થળ પર નાશ કર્યો હતો. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા, પેકિંગ કરેલ ખાધ્યચીજો પર કાયદા મુજબ વિગતો દર્શાવવા બાબતે તેમજ ઉત્પાદક તરીકે ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી કેસર શિખંડ, સંગમ બરફીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મોદી સ્કૂલ મેઇન રોડ- જીવરાજ પાર્ક તથા સંતકબીર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 45 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 17 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 42 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
(01)પટેલ સોડા આઇસક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રી હરિ નેચરલ કોઠી આઇસક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03) બાલાજી આઇસક્રીમ પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)વૈભવ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)પટેલ પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)પટેલ ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)રાધે પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ખોડિયાર ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (9)શ્રી ગાયત્રી સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ભોલે ખમણ ખીરું -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)જય શક્તિમાં દાળ-પકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)ખોડિયાર ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)જય ગાત્રાળ ઈંદોરી પૌવાં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)ઓમ બાલાજી દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (15)ગજાનંદ ચાઇનિઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (16)ગોકુળ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (17)શિવ શંકર દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના સૂચના આપવામાં આવેલ.
તથા (18)વિલેજ આઇસક્રીમ (19)ઞટ એન્ટરપ્રાઇસ (અમુલ આઇસક્રીમ) (20)ઓમ સ્વીટ ડેરી (21)શ્રી ગણેશ પ્રોવિઝન સ્ટોર (22)હિમાલયા સોડા શોપ (23)ઉમિયાજી ફરસાણ (24)ગિરિરાજ ગૃહ ઉધોગ (25)પંજરી ફરસાણ (26)શ્રીજી સુપર સ્ટોર (27)નીલકંઠ પ્રોવિઝન સ્ટોર (28)પ્રમુખ એન્ટરપ્રાઇઝ (29)અન્નપુર્ણા બેકરી (30)શ્રીરામ વડાપાઉં (31)મહાકાળી ગાંઠિયા (32)ઉમા મદ્રાસ કાફે (33)નીર કોલ્ડ્રિંક્સ (34)દ્વારકાધીશ નાસ્તાગૃહ (35)શંકર વિજય ડેરી ફાર્મ (36)ભગત દાળપકવાન (37)જય શ્રી ચામુંડા દાળપકવાન (38)ગજાનંદ સ્વીટ્સ નમકીન (39)જય મંદિર કોલ્ડ્રિંક્સની (40)જય માતાજી છોલે ભટુરે (41)રાધેશ્યામ ડેરી ફાર્મ (42)શિવશંકર દાળપકવાન (43)જય વેલનાથ રેસ્ટોરેન્ટ (44)રિધમ વડાપાઉં (45)શિવમ દાળપકવાન ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 10 નમૂના લેવામાં આવ્યા હતાં. (1) કેસર શિખંડ (લુઝ): સ્થળ- પટેલ પેંડાવાલા, તુલસી પાર્ક-2, નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ, રાજકોટ.(2) સંગમ બરફી (લુઝ): સ્થળ- પટેલ પેંડાવાલા, તુલસી પાર્ક-2, નાનામવા સર્કલ પાસે, નાનામવા રોડ, રાજકોટ. (3) કેસર પેંડા (લુઝ): સ્થળ- રિયલ ડેરી ફાર્મ, ડાયમંડ પાર્ટી પ્લોટ રોડ, સત્યમ પાર્ક-5, કોઠારીયા, રાજકોટ. (4) થાબડી (લુઝ): સ્થળ- શ્રી સત્યમ ડેરી ફાર્મ, નીલકંઠ સિનેમા પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ. (5) અંજીર પાક (લુઝ): સ્થળ- ગોવિંદમ ડેરી ફાર્મ, ડી-માર્ટ વાળો રોડ, કુવાડવા રોડ, રાજકોટ. (6)બટરસ્કોચ બરફી (લુઝ): સ્થળ- નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ.(7) પનીર (લુઝ): સ્થળ- નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર પાસે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ.(8) પનીર (લુઝ): સ્થળ- નીલકંઠ ડેરી ફાર્મ, સદગુરુ આશ્રમ રોડ, રાજકોટ. (9) પનીર (લુઝ): સ્થળ- જડેશ્વર ડેરી ફાર્મ, સદગુરુ આશ્રમ રોડ, રાજકોટ. (10) ચોકો આલમંડ આઇસક્રીમ (લુઝ): સ્થળ- ડેરી ફ્રેશ આઇસક્રીમ, રેસકોર્સ રિંગ રોડ, રાજકોટમાંથી લેવામાં આવ્યા હતા.