ફૂડ સેફ્ટી વાન દ્વારા પુષ્કરધામ મેઈન રોડ પર 24 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી: પનીર, દૂધ, મન્યુરિયનના નમૂના લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગિરીરાજનગર મેઇન રોડ, આશિયાના આર્કેડ, રૈયા રોડ મુકામે આવેલ “બજરંગ વડાપાઉં” પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી. જ્યારે ચેકિંગ દરમિયાન વિવેકાનંદનગર-09 મેઇન રોડ, કોઠારીયા રોડ મુકામે આવેલી “શ્યામ ડેરી પ્રોડક્ટસ” પેઢીની તપાસ કરતા સ્થળ પર યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે. આ સિવાય ફૂડ વિભાગ ફૂડ સેફ્ટી વાન સાથે શહેરના પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 24 ધંધાર્થીઓની ચકાસણી કરાઈ. જેમાં 4 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના તેમજ ખાદ્યચીજોના કુલ 24 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગ દ્વારા નમુના લેવાયા
1. અનમોલ કપાસીયા તેલ 15 કિલો: સ્થળ -ગાયત્રી મદ્રાસ કાફે, તીર્થ એપાર્ટમેન્ટ. ગ્રા.ફ શોપ નં.01 થી 04, કાર્તિક પાર્ટી પ્લોટ, જૂના મોરબી રોડ પાસે
2. મંચુરિયન (પ્રિપેર્ડ-લુઝ) અને પનીર બટર મસાલા (પ્રિપેર્ડ સબ્જી- લુઝ): સ્થળ -જીલ પીઝા બફેટ, ગ્રીનફીલ્ડ રોડ, સરીતા વિહાર પાસે
3. પનીર (લુઝ): સ્થળ -અજેન્દ્ર ડેરી ફાર્મ, 8 સોરઠિયાવાડી, મહેશ સેલ્સની બાજુમાં
4. ગાયનું દૂધ (લુઝ): સ્થળ -ગોવિંદમ ડેરી ફાર્મ, શોપ નં.05, શ્રી હરિદર્શન હાઇટ્સ, કુવાડવા રોડ