ધ ગ્રાન્ડ સુદામા રેસ્ટોરન્ટ, મિલન ખમણ ફૂડ વિભાગની ઝપટે ચડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મેહુલનગર મેઇન રોડ, નીલકંઠ પાર્ક, કોઠારીયા રોડ વિસ્તારમાં કુલ 18 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં દૂધ, ઠંડા પીણાં, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલ વિગેરેના કુલ 9 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ધ ગ્રાન્ડ સુદામા રેસ્ટોરન્ટ, ટીપુસ પાન, ડીલક્સ પાન કોલ્ડ્રિંક્સ, બાદશાહ પાન, માટેલ પાન, ખેતલા આપા ટી સ્ટોલ, સરકાર પાન, સદગુરૂ પાન કોલ્ડ્રિંક્સ, બજરંગ ડેરી ફાર્મ, નવરંગ ડેરી ફાર્મ, શિવ દુગ્ધાલય, રામેશ્ર્વર બેકર્સ, રઘુનાથ પ્રોવિઝન સ્ટોર્સ, ઉમિયા પ્રોવિઝન સ્ટોર્સ, બૈતુલ કોલ્ડ્રિંક્સ, મિલન ખમણ, મુરલીધર સ્ટોર્સ, અંબિકા ફરસાણની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી તથા મુંજકા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં ચકાસણી દરમિયાન 6 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી હતી. રોનક કોલ્ડ્રિંક્સ, રોનક ફૂડ, આર. કે. ડિલક્સ પાન, પ્રમુખ હોટલ, ઓમ પાન કોલ્ડ્રિંક્સ, ગાત્રાળ જનરલ સ્ટોરને લાઈસન્સ બાબતે નોટીસ ફટકારી હતી.