મેળામાં 2 દિવસમાં 120થી વધુ સ્ટોલોમાં ફૂડ વિભાગનું ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
થાનના તરણેતર મેળામાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે મંગળ અને બુધ એમ 2 દિવસમાં 120 જેટલા સ્ટોલોની તપાસ કરાઈ હતી. જેમાં 60 કિલો સડેલા શાકભાજી, ગ્રેવી સહિતી વસ્તુઓનો અને 15 કિલો એક્સપાઇરી રો-મટિરિયલ્સનો નાશ કરાયો હતો. થાનગઢના તરણેતર મેળામાં જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી.સાવલીયા, એસ.જે. પ્રજાપતિ સહિતની ટીમે આ મેળામાં મંગળ તેમજ બુધ એમ 2 દિવસ દરમિયાન મેળાના જુદા જુદા 120 સ્ટોલોની તપાસ કરી હતી. જેમાં 60 કિલો સડેલા શાકભાજી, ગ્રેવી સહિતી વસ્તુઓનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત 15 કિલો એક્સપાઇરી રો-મટિરિયલ્સનો નાસ કરાયો હતો. જ્યારે મેળામાં ફૂડ વિભાગ દ્વારા સ્ટોલધારકોને ચોખ્ખાઇ રાખવી અને ખાદ્ય ચીજવસ્તુઓને ઢાંકીને રાખવી તેમજ તાજુ મટિરિયલ વાપરવા સૂચના અપાઇ હતી.